બોપલના આ રહેવાસી પોતાના 16 પાલતુ શ્વાનને લઈને શહેરની બહાર રહેવા લાગ્યા

  • Published By :
  • Published Date : 2022-09-13 17:28:36
  • Views : 252
  • Modified Date : 2022-09-13 17:28:36

ડોગ લવર્સ અને ડોગ હેટર્સ, આ બે પ્રકારના લોકો વચ્ચેની લડાઈ સર્વવ્યાપક છે. ઘણાં લોકો એવા હોય છે જેમને શ્વાનથી ડર લાગતો હોય છે, જ્યારે ઘણાં લોકો એવા હોય છે જે શ્વાનને જોઈને ખુશ થઈ જાય છે. અમુક ડોગ લવર્સ તો એવા હોય છે, જે પોતાનો પાળતુ શ્વાન હોય કે પછી રસ્તા પર રઝળતા શ્વાન હોય, તેમને જોઈને જ ભેટી પડતા હોય છે. આ જ પ્રકારના એક મતભેદનો શિકાર બોપલ વિસ્તારમાં રહેતા પવન પંચાલ થયા છે. પાછલા સાત વર્ષથી શ્વાનને કારણે તેમને પાડોશીઓ સાથે બોલાચાલી થતી હતી. આખરે તેઓ હવે શહેરની બહાર એક ખેતરમાં પોતાના 16 શ્વાન સાથે રહેવા માટે જતા રહ્યા છે હવે પવન પંચાલ શહેરની બહાર એક ખેતરમાં પોતાના શ્વાન સાથે રહે છે. વર્ષ 2015ની વાત છે જ્યારે પવને પહેલીવાર સોસાયટી કમ્પાઉન્ડમાં જન્મેલા ગલુડિયાને પોતાના ઘરમાં સ્થાન આપ્યુ હતું. પવન જણાવે છે કે, લોકો અહીં બેફામ વાહન ચલાવે છે, માટે મને ડર હતો કે ક્યાંક ગલુડિયાઓ કોઈની ગાડી નીચે આવીને કચડાઈ ના જાય. માટે હું તેમને ઘરે લઈ આવ્યો. તેઓ મોટા થયા અને મેં તેમને રસીઓ પણ અપાવી તેમજ કાળજી રાખી. 

Download Our B K News Today App



Related News