અમદાવાદમાં અઠવાડિયામાં ત્રીજા પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 16:23:12
  • Views : 56
  • Modified Date : 2025-03-10 16:23:12

દેશભરમાં ખરાબ લાઇફસ્ટાઈલ અને ખાણી-પીણીમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે વૃદ્ધો સિવાય નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક અઠવાડિયામાં ત્રણ પોલીસનું હાર્ટ એટેકથી મોત થવાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સોમવારે (10 માર્ચ) હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનુ મોત નિપજ્યુ હતુ. કોન્સ્ટેબલના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. 

Download Our B K News Today App



Related News