ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિની ત્રીજી મુલાકાત પછી પણ પરિસ્થિતિમાં કોઇ ફેર નહિં

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-17 17:30:26
  • Views : 191
  • Modified Date : 2022-12-17 17:32:43

ગુજરાત વિદ્યાપીઠમાં આજે ફરી એકવાર કુલપતિ-રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પહોંચીને સફાઇ ઝુંબેશની ચકાસણી કરી હતી. સળંગ ત્રીજી વખત વિદ્યાપીઠની મુલાકાત લીધા પછી પણ પરિસ્થિતિમાં કોઇ ફરક પડયો નથી તે જાણીને કુલપતિ ભારે વ્યથિત થતાં છેવટે પોતે જ પાવડો-ઝાડુ લઇને સફાઇ કરવા લાગી ગયા હતા. પોતાની જાતને ગાંધીયન ગણાવતાં વ્યવસ્થાપકોની વ્યવસ્થામાં ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બની જતાં રાજયપાલે વ્યથિત થઇને કોર્પોરેશનમાંથી સફાઇ કર્મચારીઓ બોલાવીને ખરા અર્થમાં સફાઇઝૂંબેશ હાથ ધરી હતી.
વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિયુક્ત થયા બાદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે કેમ્પસમાં સફાઇ અભિયાન શરૂ કર્યું છે. સળંગ ત્રીજી વખત રાજયપાલ આજે વિદ્યાપીઠમાં પહોંચી ગયા હતા. વારંવારની તાકીદ અને કેમ્પસમાં ગાંધીજીના આદર્શો પ્રમાણે સ્વચ્છતાં જાળવવા અનુરોધ કર્યા પછી પણ વિદ્યાપીઠના સત્તાધીશોના પેટનું પાણી ન હલતું હોય તેવી સ્થિતિ આજે ફરીવાર જોવા મળી હતી.

ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઇએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય. તેના બદલે ગૂજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલય અને સ્નાનાગર સંપૂર્ણ ગંદકીથી ભર્યા પડયા છે, સ્નાનગૃહોમાં તમાકુના પાઉચ, તૂટેલી પાઇપો અને છાત્રાલયની ગંદી દિવાલો, તૂટેલા પંખા, વિદ્યાર્થીઓના બેહદ ગંદા બિસ્તર અને પારાવાર ગંદકી જોઇને કુલપતિ ભારે વ્યથિત થયા હતા. ગાંધીજીના આદર્શ પર ચાલતી સંસ્થામાં અભ્યાસ કરતાં અને રહેતાં વિદ્યાર્થીઓ તમાકુંનું સેવન ન કરતાં હોવા જોઇએ તેના બદલે છાત્રાલયની દિવલો પર તમાકુંની થૂંકની પિચકારીઓ અને ફર્શ પર થૂંકના ડાઘાઓ જોઇને રાજયપાલે તાકીદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25થી 30 જેટલા સફાઇ કામદારોને બોલાવીને ખરા અર્થમાં સફાઇ શરૂ કરાવી હતી. વિદ્યાપીઠના કુલનાયક અને રજિસ્ટ્રારને પણ કુલપતિએ સ્વચ્છતાં અભિયાનમાં જોડાવવા આગ્રહ કર્યો હતો. ગાંધીયન વિચારસરણી સાથે કામ કરતી સંસ્થાઓમાં વાસ્તવિક સ્થિતિ કેટલી વિપરીત છે.

ગાંધીયન ગંદકીમાં નિવાસ કરી રહ્યા છે. ગાંધી વિચારસરણી સાથે કામ કરતી સંસ્થામાં વાસ્તવિક્તા કેટલી વિપરીત છે. આ મુલાકાત દરમિયાન રાજયપાલ-કુલપતિએ કહ્યું કે યુવા વિદ્યાર્થીઓ ભારે ઉર્જાવાન હોય છે તેમની ઉર્જા સર્જનાત્મક અને હકારાત્મક બાબતો તરફ વાળવી પડે. દરેક યુવાનોએ દિવસમાં બે વખત પરસેવો પાડવો જ પડે અન્યથા નૂકશાનકર્તા સાબિત થાય. ગુજરાત વિદ્યાપીઠના રમતગમતના મેદનાનો સૂના પડયા છે, એકપણ સાધન નથી. રમતના મેદાનો પર ઘાસ ઉગી નીકળ્યુ હોય એજ બાતવે છે કે, પરિસ્થિતિ ગંભીર છે. 

Download Our B K News Today App



Related News