અમદાવાદમાં જાહેર રસ્તા પર હોલિકા દહન ન કરવા AMCની અપીલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-05 15:00:41
  • Views : 416
  • Modified Date : 2023-03-05 15:00:41

ભારતમાં વર્ષોથી પારંપારિક રીતે હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે, હોળીના દિવસે ગામ શેરી અને નગરોમાં હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે રંગોનો ઉત્સવ ધુળેટી મનાવવામાં આવે છે. હોળીના તહેવારને ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને શહેરના જાહેર રસ્તા પર હોળી ન પ્રગટાવવાની અપીલ કરવામાં આવી છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોળીના તહેવારને લઈને અમદાવાદીઓને અનુરોધ કર્યો છે. હોળીના તહેવારની ઉજવણી કરવા માટે અનેક જગ્યાએ રસ્તામાં ખાડા કરવામાં આવે છે જેના કારણે રોડને નુકસાન થાય છે. જેને અટકાવવા કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે. જેથી રોડને નુકસાન ન થયા છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હશે તે AMC દ્વારા પૂરી પવાડમાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

 

Download Our B K News Today App



Related News