પોલીસને રિવરફ્રન્ટ પર યુવકની હત્યા કેસમાં કોઇ કડી ન મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 18:00:12
  • Views : 274
  • Modified Date : 2022-09-06 18:00:12

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળવા મામલે 24 કલાક બાદ પણ પોલીસને કોઈ કડી ન મળતા તપાસ દિશા વિહીન બની છે.એક તરફ પોલીસને કોઈ કડી નથી મળી રહી ત્યાં બીજીતરફ ધર્મ પરિવર્તન ના આરોપ બાબતે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હોવા છતાંય હજુય પોલીસ પુરાવા શોધી રહી છે. જેમાં રિવફ્રન્ટ પર એક યુવકનો નદીમાં તરતો મૃતદેહ મળી આવતા ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવકનું ગળું કાપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું..આ યુવકને લઈ પોલીસે તપાસ કરતા માધુપુરાના ધોબિધાટ મા રહેતા 30 વર્ષીય હિતેષ રાઠોડ નામના યુવકની લાશ હોવાનું ખુલ્યું છે. આ યુવકે માર્ચ 2022મા અફિરનબાનુ નામની વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મૃતકનું છેલ્લું લોકેશન દધીચી બ્રિજ હોવાનું તપાસમાં ખુલ્યું ધર્માંતરણના આરોપ બાબતે ક્રાઇમ બ્રાન્ચ તપાસ પણ કરી રહી છે .આ કેસમાં સીસીટીવી તપાસવા છતાંય પોલીસને કોઈ કડી નથી મળી.જોકે રૂટના કોઈ પણ સીસીટીવી માં મૃતક હિતેષ અને તેની પત્ની અફરીન બાનુંની ભાળ ન મળતા પોલીસ સાબરમતી, સુભાસ બ્રિજ, લાલા કાકા હોલ થી માધવપુરા સુધી મૃતક તેની પત્ની સાથે આવ્યો હોવાની મૃતકની પત્નીની થિયરી ખોટી હોવાનું પોલીસ શકા વ્યક્ત કરી રહી છે અને તેની ઉલટ પૂછપરછ પણ કરાઈ રહી છે.તો બીજીતરફ પત્નીને સાળીના ઘરે મૂકી આવ્યા બાદ મૃતકનો ફોન એક દોઢ કલાક પછી બંધ થયો હતો અને મૃતકનું છેલ્લું લોકેશન દધીચી બ્રિજ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

Download Our B K News Today App



Related News