વાસણાનો વિચિત્ર કિસ્સોઃ સગીરાએ બાળકીને જન્મ આપ્યો, દુષ્કર્મનો ભોગ બન્યાની હકીકત ખુલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:42:34
  • Views : 459
  • Modified Date : 2023-03-04 17:42:34

વાસણા વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનામાં 17 વર્ષની સગીરાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો ત્યારે માતા-પિતાને પુત્રી દુષ્કર્મનો ભોગ બની હોવાની જાણ થઈ હતી. પોલીસ તપાસમાં ભોગ બનનારના બ્લોકમાં રહેતો અને તેનાથી ઉંમરમાં નાના કિશોરે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. વાસણા પોલીસે ગુરૂવારે સગીર વિરૂધ્ધ પોક્સો મુજબ ગુનો નોંધી તેની પૂછપરછ કરી હતી.

વાસણા વિસ્તારમાં રહેતી સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા માતા-પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં માતા-પિતાને પુત્રી ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. બાદમાં કિશોરીએ એક બાળકીને જન્મ આપ્યો હતો.

બનાવ અંગે તપાસ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, તે આઠ માસ અગાઉ બ્લોકની સીડીઓથી ઘરે જતી હતી. તે સમયે બ્લોકમાં રહેતા પોતાનાથી નાની ઉંમરનો કિશોર સગીરાને હાથ પકડી ફલેટમાં લઈ ગયો હતો. સગીરે તેના ઘરનો દરવાજો બંધ કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના અંગે કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવને પગલે ડરી ગયેલી સગીરાએ બનાવ અંગે ઘરના કોઈ સભ્યને વાત કરી ન હતી. વાસણા પોલીસે ભોગ બનનારના નિવેદનને પગલે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પૂછપરછ કરી કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News