સિનિયર સિટિઝન મતદાતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-19 16:31:43
  • Views : 238
  • Modified Date : 2022-11-19 16:31:43


ગુજરાત વિધાનસભાની સામન્ય ચૂંટણીઓ આગામી માસમાં યોજાનાર છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. અમદવાદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અવસર રથ, મતદાન જાગૃતિ ઝૂંબેશ, દિવ્યાંગ તથા 80 વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે પોસ્ટલ બેલેટ જેવી સુવિધાઓ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેર-જિલ્લામાં 80થી વધુ વયના કુલ 1,30,893 મતદારો છે.


80થી 89 વર્ષ વય જૂથના 1,10,949 મતદારો, 90થી 99 વય જૂથના 18,444 અને 100થી વધુ વર્ષ વય જૂથના 1500 મતદારોનો સમાવેશ થાય છે. 100થી વધુ વય જૂથના સૌથી વધુ 218 મતદારો એલિસબ્રિજમાં અને સૌથી ઓછા 36 નિકોલ વિધાનસભા વિસ્તારમાં છે. સમગ્ર શહેર-જિલ્લાની વિગતો જોઈએ તો 100થી વધુ વય જૂથના સૌથી વધુ મતદારોમાં એલિસબ્રિજ પછી અનુક્રમે નારણપુરામાં 128, વેજલપુરમાં 105 તથા ધંધુકામાં 100 મતદારોનો સમાવેશ થાય છે.


આજ રીતે 80થી 89 વર્ષ વય જૂથના સૌથી વધુ 12,051 મતદારો પણ એલિસબ્રિજ વિસ્તારમાં છે. ત્યાર પછીના ક્રમે ઘાટલોડિયામાં 9,350 મતદારો, વેજલપુરમાં 8,542, નારણપુરામાં 7,270 મતદારો છે. 90થી 99 વય જૂથના સૌથી વધુ 2,984 મતદારો એલિસબ્રિજમાં છે, ત્યાર પછીના ક્રમે આ વય જૂથના 1,557 મતદારો ઘાટલોડિયામાં, 1,397 મતદારો નારણપુરામાં અને 1,375 મતદારો વેજલપુરમાં છે.
80
વર્ષથી ઉપરની વિવિધ વય જૂથમાં મતદારોની સંખ્યા


વિધાનસભા વિસ્તાર

80 થી 89 વર્ષ વય જૂથ

90 થી 99 વર્ષ વય જૂથ

100 વર્ષથી વય જૂથ

વિરમગામ

6,009

827

65

સાણંદ

4,000

597

47

ઘાટલોડિયા

9,350

1,557

97

વેજલપુર

8,542

1,375

105

વટવા

3,206

389

50

એલિસબ્રિજ

12,051

2,984

218

નારણપુરા

7,270

1,397

128

નિકોલ

2,789

301

36

નરોડા

3,996

602

61

ઠક્કરબાપા નગર

3,484

476

39

બાપુનગર

3,454

510

66

અમરાઈવાડી

4,118

548

40

દરીયાપુર

4,805

813

54

જમાલપુર-ખાડીયા

4,249

642

49

મણીનગર

6,303

1,073

69

દાણીલીમડા

1,315

642

43

સાબરમતી

1,151

801

73

અસારવા

3,888

645

58

દસક્રોઈ

4,192

608

60

ધોળકા

3,526

462

42

ધંધુકા

6,251

1,195

100

કુલ

1,10,949

18,444

1500


 


Download Our B K News Today App



Related News