દિલ્લી દરવાજા બી.જી.ટાવરમાં ફોરેન વિઝા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

  • Published By :
  • Published Date : 2022-09-14 15:57:06
  • Views : 221
  • Modified Date : 2022-09-14 15:57:06

કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી પૈસા લઈ ઠગાઈ આચરનાર ટોળકીના ચાર સાગરિતોને ક્રાઈમબ્રાંચના આર્થિક ગુના નિવારણ સેલે ઝડપી લીધા છે. પોલીસે કલ્પેશકુમાર બાબુભાઈ પટેલ, તેની પત્ની હિનાબહેન, બાબુભાઈ પરગોવનદાસ પટેલ અને રૂત્વીક સુરેશ પટેલની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર ગણપત બાબુ પટેલ અને તેની પત્ની શ્વેતાની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ઠગાઈનો ભોગ બનનાર અન્ય ત્રણ લોકો સામે આવતા આંકડો ૧૭.૫૦ લાખ પર પહોંચ્યો છે. ઠગાઈનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકાને પગલે ભોગ બનનાર લોકોને ક્રાઈમબ્રાંચના આર્થિક ગુના નિવારણ સેલની ઓફિસનો સંપર્ક કરવો તેમ ડીસીપી ભારતી પંડયાએ જણાવ્યું હતું. સુર્યપ્રકાશ કોષ્ટીની ઓફિસમાંથી પોલીસે ૧૯ વ્યક્તિના પાસપોર્ટ તેમજ બેંક સ્ટેટમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેમ્પ ડયુટી સર્ટીના રિપોર્ટ, વેલ્યુએશન સર્ટી, એએમસીના ગુમાસ્તાધારા પ્રમાણપત્રની નકલો, ઓડિ રિપોર્ટ, વેલ્યુએશન રિપોર્ટ અને  બેંકોની બેલેન્સ શીટો વેગેરે ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આરોપીઓએ સરકારી કચેરી અને અધિકારીઓ નકલી રબર સ્ટેમ્પ પણ ઓફિસમાં રાખ્યા હતા. વિદેશના વિઝા મેળવવા માટે ગ્રાહક કે એન્જટને જે ડોક્યુમેન્ટની જરૂર પડે તે ડોક્યુમેન્ટની નકલી કોપી આરોપી જાતે જ તૈયાર કરી આપતો હોવાની વિગતો તપાસમાં ખુલી છે.એસઓજીની ટીમે સોમવારે મોડી રાત્રે કોષ્ટી એસોસીએટ્સની ત્રણ ઓફિસમાં રેડ કરીને બે કમ્પ્યુટર, પ્રિન્ટર, ચાર મોબાઈલ અને પાંચ લાખની રોક્ડ રકમ મળીને કુલ્લે રૂ. ૮,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસને ઓફિસમાંથી જૂદી જૂદી સરકારી કચેરીઓના સ્ટેમ્પ, પાસપોર્ટ, જૂદી જૂદી વ્યક્તિના બેંક સ્ટેટમેન્ટની પ્રિન્ટ અને કોરા પેજની કોપીઓ પણ મળી આવી હતી. એસઓજીએ કોષ્ટી એસોસીએટ્સના માલિક સુર્યપ્રકાશ હરીલાલ કોષ્ટી (ઉં,૫૨), તેના બે પુત્ર અભિષેખ (ઉં,૨૬) અને નિશીત (ઉં,૨૨) ત્રણે રહે, સન રિયલ હોમ્સ, સાવન બંગલો પાસે, ન્યુ રાણીપ, ઉદયપ્રકાશ ચેલુવૈય્યા પૂજારી (ઉં,૪૨) રહે, પરમસુખ સોસાયટી, રાણીપ અને જયેશ નટવરલાલ કાષ્ટી (ઉં,૨૯) રહે, ઓતમંબા સોસાયટી, બાપુનગર વિરૂદ્ધ ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ સુર્યપ્રકાશ અને તેના બે પુત્રો આયોજનબધ્ધ રીતે વિદેશના વિઝા માટે જરૂરી ફેક ડોક્યુમેન્ટ એજન્ટો તથા ગ્રાહકોને તૈયાર કરી આપતા હતા. પોલીસને આરોપીઓની ઓફિસમાંથી ચાર નેશનલાઈઝ બેંકોના રબર સ્ટેમ્પ અને બેંક સ્ટેટમેન્ટ માટેના કોરા પેજ મળી આવ્યા હતા. જેમાં એસબીઆઈ બેંકના ૧૬૭, બેંક ઓફ બરોડાના ૧૦૫, બેંક ઓફ ઈન્ડિયાના ૧૭૨ અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ૮૫ પેજ પોલીસને તેમજ અમુક બેંકના મેનેજરના નકલી રબર સ્ટેમ્પ પોલીસે કબજે લીધા છે. સુર્યપ્રકાશ કોષ્ટીની ઓફિસમાંથી પોલીસને આયકર અધિકારી, જોઈન્ટ કમિશનર ઈન્કમટેક્ષ સુરત, નડીયાદ, કલોલ, કડી, માણસા, અમદાવાદ સબ રજીસ્ટારના અશોક સ્તંભ સાથેના રબર સ્ટેમ્પ, સીએ, વેલ્યુઅર, સિવિલ એન્જિનીયર, જૂદી જૂદી ગ્રામ પંચાયતના રબર સ્ટેમ્પ અને બેંક મેનેજરોના રબર સ્ટેમ્પ આરોપીઓ પાસેથી મળ્યા હતા. મહેસાણા જીલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયતના રબર સ્ટેમ્પ આરોપીની ઓફિસમાંથી મળ્યા હતા. આમ, ઉત્તર ગુજરાત ના એન્જટો અને ગ્રાહકોનું નેટવર્ક આરોપી મોટા પાયે ધરાવતો હોવાનું પોલીસ માને છે.

Download Our B K News Today App



Related News