રાધે ઇવેન્ટ્સ અને ફોર સીઝન ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા કરાયું રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-23 11:57:24
  • Views : 742
  • Modified Date : 2022-09-23 11:57:24

ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રી.આ તહેવારની ગુજરાતીઓ છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. કારણકે કોરોના કાળમાં બે વર્ષ દરમિયાન નવરાત્રિનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે બે વર્ષ બાદ ફરીથી નવરાત્રીનું આયોજન શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સૌપ્રથમવાર બિગેસ્ટ પ્રી-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધુભવન રોડ પર આવેલ ક્રિષ્ના ફાર્મમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ વિવિધ પરંપરાગત કપડાં જેવા કે ચણિયાચોળી કુર્તા કેડિયા અને દાંડિયા સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા. જેમાં અમદાવાદના વિવિધ ગરબા ક્લાસના ખેલૈયાઓ દ્વારા નવા નવા સ્ટેપ અને નવા કોન્સેપ્ટ સાથે ગરબે ઘુમ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ ઝોન એકના ડીસીપી ડોક્ટર લવિના સિન્હા , આઈએસ વિદેહ ખરે, પ્રોફેસર ડૉ. રમેશસિંહ ચૌહાણ, ડૉ. પ્રશાંત કોરાટ અને ચતુરભાઈ ઠાકોરે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી તેમજ વીર ઈશાનું શ્રીમંત ગુજરાતી ફિલ્મની અદાકારા પૂજા જોશી અને તેમની ટીમે પણ વિશેષ હાજરી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાર્થ ચૌહાણ, નારણ ગઢવી,ચિરાગ મહેતા, શિવમ પટેલ અને ચિરાગ દાતણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News