ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી શકે છે GMDCના નવરાત્રી મહોત્સવમાં હાજરી

  • Published By :
  • Published Date : 2022-09-20 16:53:35
  • Views : 359
  • Modified Date : 2022-09-20 16:53:35

વિધાનસભા ચૂંટણીમાં  ભાજપને ભવ્ય સફળતા અપાવવા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધુંઆધાર પ્રચારમાં લાગી ગયા છે. વડાપ્રધાન આગામી 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે. અમદાવાદમાં  નવરાત્રી દરમિયાન તેઓ શહેરીજનોને મેટ્રોની ભેટ આપવાના છે. PM મોદી પાંચમા નોરતે એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને પણ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.

નવરાત્રીમાં જ મેટ્રો ટ્રેનની આપશે ભેટ

નવરાત્રીમાં વડાપ્રધાન મોદી અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી પાંચમા નોરતાએ એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ મેટ્રોને CMRS એટલે કે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની મંજુરી મળી ગઈ છે. ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. જ્યારે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીના રૂટને પણ PM મોદી લીલી ઝંડી આપશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા જણાઈ રહી છે.

સુરતમાં કાર્યક્રમમાં જોડાશે

સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાન જનસભા સંબોધશે. વડાપ્રધાનની સભામાં બે લાખથી વધુ લોકો જોડાય તેવી સંભાવના છે. જેને પગલે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરી છે તો ભાવનગરમાં  વડાપ્રધાન મોદીના (PM Narendra modi) પ્રથમ વખત યોજાનારા બેથી અઢી કિલોમીટરના રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવશે. પીએમના રોડ શો (Road Show) દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

Download Our B K News Today App



Related News