અમદાવાદમાં ઓક્સિજન પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો

  • Published By :
  • Published Date : 2022-09-07 15:02:06
  • Views : 231
  • Modified Date : 2022-09-07 15:02:06

અમદાવાદના ગ્રીન કવરને વધારવાના ભાગરૂપે થલતેજ ગુલમહોર પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. 4200 ચો. મી જમીનમાં બનાવાયેલા પાર્કમાં 12000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઉપરાંત વોક વે, ઓપન જિમ, બેસવા માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઓક્સિજન પાર્કમાં વ્યક્તિ પ્રવેશ કરશે એટલે બહાર કરતા 5થી 6 ડિગ્રી ઓછી ગરમી અનુભવી શકશે. ધી ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લ્યુ સ્કાય અંતર્ગત બનેલા આ ઓક્સિજન પાર્કમાં સમગ્ર અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ મિયાવાંકી પદ્ધતિથી કરાયું છે. આ પાર્કમાં પ્રવેશતાની સાથે જ અનેક પક્ષીઓના કલરવના અવાજો પણ સાંભળવા મળે છે. આ ઓક્સિજન પાર્કમાં આમળા, અરીઠા, અરડૂસી, બિલી, ખીજડો, ગુંદા, જાંબુ, ખેર, લીંબુ, મહુડો, આરસ, પીપળો વગેરે મળી કુલ 43 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે. શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે કોર્પોરેશને 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું છે.

Download Our B K News Today App



Related News