અમદાવાદના વિકાસને લઇને મેયર કિરીટ પરમારનું નિવેદન

  • Published By :
  • Published Date : 2022-09-15 14:06:41
  • Views : 219
  • Modified Date : 2022-09-15 14:06:41

·         વરસાદ બંધ થતા સાથે કામ ફૂલ વેગમાં ચાલુ થશે. રોડના પેચ વર્કનું કામ ચાલુ છે : કિરીટ પરમાર

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાની હાલત ખરાબ છે. ચોમાસામાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે જેથી લોકોમાં રોષ જોવા મળે છે. ત્યારે મેયર કિરીટ પરમારે કહ્યું કે  AMC અમદાવાદના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ બંધ થતા સાથે કામ ફૂલ વેગમાં ચાલુ થશે. સતત વરસાદના કારણે રોડ બનાવવાના કામો બંધ રહ્યા છે. રોડના પેચ વર્કનું કામ ચાલુ જ છે નવા રોડ ટૂંક સમયમાં ચાલુ થશે.

અમદાવાદના રોડ ગાયબ, દેખાઈ રહ્યા છે ખાડા:અમદાવાદનો પણ મેટ્રોસિટીમાં સમાવેશ થાય છે. પણ મેટ્રોસિટીના રોડ ગામડાના રોડ કરતા પણ બદતર હાલતમાં છે.   ઠક્કરબાપાનગર વિસ્તારમાં જ્યાં માર્ગના કારણે વાહન ચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.. નિકોલ, ઈન્ડિયા કોલોની સહિતના વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી રોડની સ્થિતિ છે.   20 દિવસ પહેલા તંત્ર જાગ્યું તો હતું. પણ જે કામગીરી કરી સામાન્ય વરસાદમાં ફરી ધોવાઈ ગઈ.. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ત્યારે વાહન ચાલકોમાં પણ AMCના સત્તાધિશો વિરુદ્ધ રોષ ફેલાયો છે

નાગરિકો ફરિયાદ કરીને થાકી ગયા પણ ખાડા કેમ પુરાતા નથી:મનપા કમિશનરે થોડા દિવસો પહેલા અમદાવાદના રોડ રસ્તા બાબતે જવાબદાર વિભાગના અધિકારીઑનો ઉધડો લીધો હતો. નારાજગી દર્શાવતા લોચન સેહરાએ ઈજનેર વિભાગના અધિકારીઓ પાસે જવાબ માંગતા વેધક સવાલ કરતાં કહ્યું હતું કે ઈજનેર ખાતામાં શુ ચાલી રહ્યુ છે, ખાડા પુરવાની જવાબદારી કોની છે? નાગરિકો ફરિયાદ કરીને થાકી ગયા છે પણ ખાડાની સ્થિતિમાં કોઇ સુધારો નથી આવ્યો, છેલ્લી 3 બેઠકમાં ખાડા પુરવાની ચેતવણી આપી ચુક્યો છું. મારી ચેતવણી બાદ પણ સ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી તાત્કાલિક ખાડા પુરવાની કામગીરી શરૂ કરો, હવે હું કોઇ પગલાં લેતા ખચકાઇશ નહીં. બાદ પણ અધિકારીઑએ હજુ પણ આળસ મરડી નથી. ફક્ત થિગડાં મારવાનું કામ ચાલુ છે. પણ રોડને વ્યવસ્થિત બનવવાનું કામ ક્યારે યુદ્ધના ધોરણે શરૂ થશે તેની અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે.

પ્રિ મોન્સૂનના નામે કરોડોનો ખર્ચ બરબાદ:રોડ-રસ્તામાં ખાડાઓથી અમદાવાદની જનતા ખૂબ પરેશાન છે. શહેરના પોશ વિસ્તારમાં રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. વંદેમાતરમ વિસ્તારમાં 4 મહિનાથી રોડ બંધ સ્થિતિમાં છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પ્રિ મોન્સૂનના નામે શરૂ કરેલી કામગીરી હજી પૂર્ણ થઇ, એક તરફ રોડ બંધ કરતા ટ્રાફિકની સમસ્યા રહે છે. કોર્પોરેટરને રજૂઆતો કરાઇ પણ સમસ્યા દૂર થઇ, વાહન ચલાવતી વખતે રોડ પર ગરબા રમતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.


 





Download Our B K News Today App



Related News