લિકર કિંગ વિનોદ સિંધી ભલે હાલ દુબઈમાં હોય પણ તેનું નેટવર્ક અમદાવાદના બુટલેગરે સંભાળી લીધું

  • Published By :
  • Published Date : 2022-09-29 13:45:38
  • Views : 247
  • Modified Date : 2022-09-29 13:45:38

અમદાવાદમાં વારંવાર દારૂની ઘૂસાડાતો હોવા છતાં કોઇ જ પગલા લેવામાં આવતા નથી. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદથી ધાંગધ્રા હાઇવે પરથી 30 લાખ, દહેગામ રોડ પરથી અમદાવાદ સિટીમાં આવતો 6.56 લાખ અને દહેગામથી 14.84 લાખથી વધુની કિંમતનો દારુ પકડી પાડ્યો છે. આ દારૂ બુટલેગર બંશી અને તેના સાગરીતોનો હોવાનું બહાર આવ્યું છે. મોટી માત્રામાં અમદાવાદમાં દારૂ આવી રહ્યો છે અને ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ કોના ઇશારે આંખ આડા કાન કરી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ગાંધીનગરથી દારુનો મોટો જથ્થો પકડ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે દહેગામ ચીલોડા રોડ પરથી એક કાર પકડી પાડી હતી. જેમાં 3012 બોટલ એટલે કે 6.56 લાખનો દારૂનો જથ્થો હતો. પોલીસે કાર સહિત 10.56 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો પણ આરોપીને પકડી શકી ન હતી. પોલીસે વિનોદના નજીકના કહેવાતા અમદાવાદના રહેવાસી દેવેન્દ્ર ઉર્ફે બંસી પરિહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપુત,ટીનીયો ઠાકોર, શરીફ ઉર્ફે ગુડ્ડુ રાસીદ મનીયાર, સંદિપ ઉર્ફે સાંઢ દીવાકર, કમલેશ ઉર્ફે કાલુ દીવાકર,મુકેશ મારવાડી, નાજીરહુસેન ઉસ્માનઘની સિંધીને વોન્ટેડ જાહેર કર્યા હતા. દહેગામના પાલૈયા ખાતે દારૂનુ મોટા પાયે કટીંગ થઇ રહ્યું હતુ. જે કટીંગ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી. જેમાં 3484 બોટલ દારૂ એટલે કે 14.84 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ મુદ્દામાલ મળી 21.84 લાખનો દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. અમદાવાદના ક્રૃષ્ણનગર અને ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં હોલસેલમાં દારૂ શહેરના મોટા ભાગના વિસ્તારમાં જતો હોવાનું સ્ટેટ મોનિટરીંગ સેલના સુત્રોએ જણાવ્યું છે.બીજી તરફ વિનોદ સિંધીની કંપની પોતાનું દારૂનું નેટવર્ક કઈ રીતે ચલાવે છે તે ખૂબ આવનારી બાબત છે. તેના દુબઈ રહ્યા બાદ પણ હવે ગુજરાતનો દારૂનો હવાલો અમદાવાદનો યુવક દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી પરિહાર ચલાવી રહ્યો છે. વિજિલન્સે કરેલા એક પછી એક કેસમાં બંસીનું નામ ખુલ્યું છે. વિનોદ સિંધી બાદ બંસી મોસ્ટ વોન્ટેડ છે. તેની સાથે કનેક્ટેડ કેટલાક પોલીસ કર્મચારીઓ પણ હોવાની શક્યતા વિજિલન્સે વ્યક્ત કરી છે

Download Our B K News Today App



Related News