અમદાવાદમાં મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા, દબાણ શાખાની ટીમ સાથે પોલીસની કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-19 18:02:38
  • Views : 54
  • Modified Date : 2025-03-19 18:02:38

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દેશી દારૂના ઠેકાણા તેમજ દારૂ પીને આતંક મચાવનારા નબીરાઓ સામે આવતા હોય છે. એવામાં હાલ હવે અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે હેઠળ બુધવારે (19 માર્ચ) અમદાવાદના કાગઠાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. AMC ની દબાણ શાખાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

લિસ્ટેડ મહિલા બુટલેગર પર કાર્યવાહી

મળતી માહિતી મુજબ, અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના વેચાણને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જે હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુધવારે (19 માર્ચ) વહેલી સવારે અમદાવાદ પોલીસ અને AMC ની દબાણ શાખાની ટીમ દ્વારા લિસ્ટેડ બુટલેગર લીલાબેન ચુનારાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News