અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવરાત્રીમાં ની આસપાસ જ દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન

  • Published By :
  • Published Date : 2022-09-09 16:23:10
  • Views : 246
  • Modified Date : 2022-09-09 16:23:10

અમદાવાદીઓ માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતા રિપોર્ટ મુજબ નજીકના સમયમાં એટલેકે, નવરાત્રીની આસપાસ જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. શક્યતા છેકે, નવરાત્રિ દરિમાયન જ ગરબે ગુમતા ગુમતા અમદાવાદીઓ મેટ્રો ટ્રેનના સફરની પણ મજા માણી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે. મળતી માહિતી મુજબ મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે તો કોરિડોર-2માં થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું 25 હશે. તો તમે પણ હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા થઈ જાવ તૈયાર. 

Download Our B K News Today App



Related News