કાલુપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી રૂ. ૧.૨૮ લાખનો ગાંજો મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 12:15:28
  • Views : 244
  • Modified Date : 2022-09-06 12:15:28

 અમદાવાદ સહિત ગુજરાતમાં પોલીસની ધોંસ વધતા હવે ડ્રગ્સ, વિદેશી તથા દેશી દારુ અને ગાંજાની હેરાફેરી ટ્રેનમાં કરવામાં આવી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાંથી રૂ.૧.૨૮ લાખની કિંમતનો ગાંજો બિન વારસી હાલતમાં મળી આવ્યો છે. પૂરી-અમદાવાદ ટ્રેનમાંથી ૧૨ કિલો ગાંજો મળ્યો હવે ટ્રેનમાં માદક દ્વવ્યોની હેરાફેરી વધી આ કેસની વિગત એવી છે કે પશ્વિમ રેલવેમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ નરસિંહભાઇએ કાલુપુર રેલવે સ્ટેશને અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે સોમવારે પોલીસ  રેલવે સ્ટેેશને પેટ્રોલીગ કરી હતી આ સમયે પૂરીથી અમદાવાદ આવેલી ટ્રેનના જનરલ કોચમાં વોશ બેસિંગ પાસે ટોઇલેટમાંથી બિન વારસી ટ્રોલી બેગ મળી આવી હતી.પોલીસે બેગ ચેક કરતાં તેમાંથી રૂ.૧.૨૮ લાખની  કિંમતનો ૧૨ કિલો ૮૫૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News