વારંવાર રજૂઆત બાદ પણ મનપા કે પોલીસ...' બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે ગંભીર આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-11 14:09:21
  • Views : 733
  • Modified Date : 2023-05-11 14:09:21

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યાની ઘટનાના  15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. આ તરફ હવે ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગની તપાસ કરાશે. આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે. આ તરફ અમદાવાદના બાપુનગરમાં લાગેલી આગ મામલે વિકાસ એસ્ટેટના સદસ્યોએ પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિકાસ એસ્ટેટના સદસ્યોએ કહ્યું છે કે, વારંવાર રજુઆત બાદ પણ મનપા કે પોલીસે ન સાંભળ્યું નહિ.  અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગ પ્રસરીને બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી તેમજ બાળકોને ખુલ્લા વિસ્તારમાં લઇ જવા સુચના અપાઈ હતી અને ઘટનાસ્થળની આસપાસ રહેઠાણોને ખાલી કરવા પણ સુચના અપાઈ હતી. ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. મહત્વનું છે કે, 4  કંપની અને 25 જેટલી દુકાનોમાં આગ લાગી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી મહામહેનતે આગ બુઝાવી હતી. અમદાવાદના બાપુનગરમાં ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગ મામલે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગની ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. આ તરફ હવે આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે. જેમાં FSLની તપાસમાં આગ ક્યાં અને કયા કારણસર લાગી તેનો ખુલાસો થશે. આ સાથે બેદરકારી હશે તેની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદના બાપુનગરમાં લાગેલી આગનો મામલે હવે મોટા આક્ષેપો થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, વિકાસ એસ્ટેટના સદસ્યોએ લગાવ્યા પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિકાસ એસ્ટેટના સદસ્યોનું કહેવું છે કે, વારંવાર રજુઆત બાદ પણ મનપા કે પોલીસે ન સાંભળ્યું. આ સાથે કહ્યું કે, આગની શકયતા લઈને એસ્ટેટ દ્વારા વારંવાર રજુઆત કરાઇ હતી. તંત્ર આંખ આડા કાન કરતાં આજે મોટી હોનારત બની છે. વિકાસ એસ્ટેટના લોકોના કહેવા પ્રમાણે દિવાળીમાં મનપા અને પોલીસ ફટાકડા લેવા પહોંચી જતી હતી. આ એસ્ટેટ વિભાગમાં 120 એકમો આવેલા છે. જેમાંથી ફક્ત 15 એકમો પાસે ફટાકડાના ગોડાઉનના લાયસન્સ છે. આ સાથે કેટલાક ગોડાઉનમાં ક્ષમતા કરતા વધુ ફટાકડા ભર્યા હતા. વારંવાર એસ્ટેટ દ્વારા રજુઆત કરી છતાં એકમો કોઈ પણ બાબતો ધ્યાને લેતા નહોતા. 

Download Our B K News Today App



Related News