અમદાવાદમાં કાર ચાલકનું કારસ્તાન: 6 વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-10 16:47:37
  • Views : 42
  • Modified Date : 2025-02-10 16:47:37

અમદાવાદમાં સતત અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સોલ ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. જેમાં કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 6 વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદના સોલા ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક ચિંતન પરીખે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. GJ 01 WA 5408 નંબરની અર્ટિંગાએ પાર્ક કરેલા 6 જેટલા વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. કાર ચાલક ચિંતન પરીખે અકસ્માત સર્જ્યા બાદ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકો સમયસૂચકતા વાપરીને પકડી પાડ્યો હતો. 

Download Our B K News Today App



Related News