અમદાવાદમાં બુટલેગરના ઘર પર ચાલ્યુ બુલડોઝર ત્રણ માળનું મકાન તોડી પડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-14 15:58:30
  • Views : 41
  • Modified Date : 2025-05-14 15:58:30

અમદાવાદમાં વધુ એક ગુનેગારના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું હતું. નરોડાના મુઠીયા ગામના કુખ્યાત બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું છે. ત્રણ માળના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું હતું.

કુખ્યાત બુટલેગરના ગેરકાયદેસર ઘર પર ચાલ્યું બુલડોઝર

અમદાવાદના નરોડાના મુઠીયા ગામના કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીના મકાન પર બુલડોઝર ફરી વળ્યું હતું. કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. બુટલેગર જયેશ પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે.

તાજેતરમાં BNS 111(3) હેઠળ સંગઠિત ટોળકીના ગુનો નોંધ્યો હતો. જયેશ સોલંકી સહિતના શખ્સો  સિન્ડીકેટ બનાવી ગુજરાત બહારથી દારુ જથ્થો લાવી અમદાવાદ લાવતા હતા અને વેચતા હતા. બુટલેગર જયેશ ઉર્ફે જીગો, અનિલ ઉર્ફે કાલી અને પ્રદીપ ઉર્ફે પદીયો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News