અમદાવાદમાં ફરી બુટલેગરો બેફામ: તલવાર અને પાઇપો દ્વારા પોલીસ પરિવાર પર કર્યો હુમલો, વાહનોમાં પણ તોડફોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 14:05:59
  • Views : 511
  • Modified Date : 2023-03-13 14:05:59

અમદાવાદના રામોલ વિસ્તારમાં બુટલેગરોને જાણે કે કાયદાનો ભય જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રામોલની કેવડાવાડી સોસાયટીમાં બુટલેગરે પોલીસ પરિવાર પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી છે. બુટલેગર અને સાગરીતોએ હોમગાર્ડ અને તેમના પરિવાર પર હુમલો કર્યો છે. હોમગાર્ડ જવાન રામોલ પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ બુટલેગરે લાકડી, તલવાર અને પાઈપો સાથે હુમલો કર્યો છે. હુમલાની આ ઘટનામાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિકાંત કુશવાહ નામના હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયા છે.મહત્વનું છે કે, તાજેતરમાં જ થોડાંક દિવસ અગાઉ જ વડોદરામાં બુટલેગરો વચ્ચે લિકર વોર જોવા મળ્યું હતું. જેમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ પિતા-પુત્રનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બુટલેગર હરિ સિંધી અને તેના પુત્રને નગ્ન કરીને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને તેને વાયરલ કરાયો હતો.આ સિવાય અગાઉ રાજકોટમાં પણ બુટલેગરના આતંકની એક ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ દૂઘસાગર વિસ્તારમાં બુટલેગરે બાતમીની શંકા રાખી યુવાનને માર માર્યો હતો. દારૂ વેચવા અંગે વિરોધ કરતા બુટલેગરોએ માર માર્યાનો આક્ષેપ લગાવાયો હતો. તદુપરાંત બુટલેગરોએ મહિલાઓની પણ છેડતી કરી હોવાના આક્ષેપ લાગ્યા હતા

Download Our B K News Today App



Related News