અમદાવાદમાં ભુવાએ પરિણીતા સાથે અડપલાં કર્યા : રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 11:10:46
  • Views : 289
  • Modified Date : 2022-09-06 11:16:26

  અંધશ્રદ્ધા અને ભુવા સમસ્યાનું નિરાકરણ નથી લાવતા પરંતુ મુશ્કેલીમાં મુકાવે છે. આવો જ કડવો અનુભવ અમદાવાદના એક પરિવારને થયો છે. વસ્ત્રાલમાં રહેતા આ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જ્યારે 3 માસ પહેલા ઘરના યુવાન દીકરાએ આપઘાત કરી લીધો અને ઘરમાં આર્થિક, સામાજિક મુશ્કિલ વધતા પરીવાર માથે ઉપાધિના વાદળો ઘેરાયા હતા. જેથી આ પરિવારે ઘરમાં વિધિ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ પરિવારજનો ભૂવા પાસે ગયા હતા. જયા ભેજાબાજ ભૂવાએએ મહિલા સામે નજર બગાડી હતી અને  પતિ અને દીકરાને વિધિના લીંબુ વાળીને ચાર રસ્તા પર મુકવા મોકલી દીધા બાદ પરિણીતાની એકલતાનો લાભ લઈને દરવાજો બંધ કરીને શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. ત્યારબાદ પરણિતાએ ધક્કો મારીને ઘરની બહાર આવી જતા ભુવો ભાગી ગયો હતો.પરિણીતા સાથે છેડતી કરનાર ભુવો પ્રવિણસિંહ ગોર સ્કૂલ વાન ચલાવે છે. તેમજ પરિણીતાનો પતિ પણ સ્કૂલ વાન ચલાવે છે અને કોરોના બાદ ધંધામાં મંદી આવી ગઇ હોવાથી આર્થિક સંકડામણ વધતા ભુવા પ્રવિણસિંહએ વિધિ કરવાની લાલચ આપી હતી. 15 વર્ષથી પરિચય મિત્રની વાતોમાં આવી જઈને તેને ઘરમાં વિધિ કરવા લાવ્યા હતા. પરંતુ આ ભુવાએ પરિણીતાનું આબરૂ લેવાનો પ્રયાસ કરતા દંપતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે  ફરાર ભુવાની શોધખોળ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News