પોલીસની દમદાર કામગીરીઃ એક જ ક્લિકમાં અમદાવાદ પોલીસ પાસે આવી જશે તમામ રિક્ષાચાલકોની ડિટેઇલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 15:28:26
  • Views : 451
  • Modified Date : 2023-03-03 15:28:26

શહેરમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ પોલીસે રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોને ક્યુઆર કોડ સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરી છે.  આ ક્યુઆર કોડ સ્કેન કરતા જ રિક્ષા કે ટેક્સી ચાલકની તમામ ડિટેઈલ મોબાઈલમાં આવી જશે. પોલીસ દ્વારા રિક્ષા કે ટેક્સી ચાલકની માહિતી એકત્રિત કરતા 8,000 હજારથી વધુ રિક્ષા ચાલકોના ફોર્મ ભરવામાં આવ્યા છે. 

અમદાવાદ શહેરમાં પેસેન્જર જોડે બનતા અપરાધોને રોકવા  પોલીસ દ્વારા 8000 રીક્ષા ચાલકોની માહિતી એકત્રિત કરવામાં આવી છે.  સાથે અમદાવાદના 35 ક્રાઈમ હોટસ્પોટ વિસ્તાર પર સીસીટીવી લગાવાશે. સાથે અમદાવાદના 35 ક્રાઈમ હોટસ્પોટ વિસ્તાર પર સીસીટીવી લગાવાશે. આ તમામ વિસ્તારમાં નિર્ભયા પ્રોજેક્ટ 667 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

 

 

 

Download Our B K News Today App



Related News