AMC 3.50 કરોડનો ખર્ચ કરશે, નેશનલ ગેમ્સને લઈ 14 દિવસ માટે શહેરને રોશનથી શણગારાશે

  • Published By :
  • Published Date : 2022-09-23 15:06:10
  • Views : 252
  • Modified Date : 2022-09-23 15:06:10

વડાપ્રધાન મોદી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરશે
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવશે. 12 ઓક્ટોબર સુધી આ નેશનલ ગેમ્સ રમવાની છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 દિવસ માટે અમદાવાદ એરપોર્ટ ત્યાંથી મુખ્ય રસ્તાઓ, ખેલાડીઓના હોટલના રોકાણના સ્થળો તેમજ અમદાવાદના બ્રિજ વગેરે જગ્યાએ ટેમ્પરરી લાઇટિંગ કરવા માટે રૂ. 3.50 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદે મંજૂર કરવામાં આવી હતી. જેથી શહેર આગામી 14 દિવસ માટે રાત્રે રોશનીથી ઝળહળી ઉઠશે.

ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરાશે
વડાપ્રધાન મોદી આગામી 29 અને 30મી સપ્ટેમ્બરે અમદાવાદના પ્રવાસે આવનાર છે. તેઓ શહેરમાં જ્યાંથી પસાર થશે તે વિસ્તારના માર્ગો ભપકાદાર રોશનીથી ઝળહળતા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદી તા. 29મીએ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા ગાંધીનગર રાજભવનથી વાયા ઇંદિરાબ્રિજ થઈ મોટેરા સુધીના સમગ્ર વિસ્તારમાં રોશની કરવામાં આવશે. એમ તા.30મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલ સ્ટેશનનું જ્યાં ઉદ્ઘાટન કરનાર છે તે થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News