ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા જતા પહેલાં અમદાવાદીઓ આ જાણી લેજો, નહીં તો થશે ધરમનો ધક્કો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-15 14:00:41
  • Views : 624
  • Modified Date : 2023-03-15 14:00:41

શું તમે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમે પણ તમારું વાહન ચલાવવા માટે સરકારનો પરવાનો રાખવા માંગો છો? તો તમારા માટે આ સમાચાર સૌથી અગત્યના છે. અમદાવાદના સુભાષબ્રિજ-વસ્ત્રાલ RTOમાં પાકા લાયસન્સ માટે સમયમાં ફેરફાર કરાયો છે.RTOમાં પાકા લાયસન્સના ડ્રાઈવિંગ સ્લોટ 15થી ઘટાડી 9 કરાયા છે. જોકે,  દરેક સ્લોટમાં એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. હવેથી અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.  અગાઉ સવારના 6.30થી રાત્રિના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો.  આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જે બપોરે 2.30 વાગ્યા સુધી ચાલશે. આ પછી બપોરે 3 વાગ્યે ફરી કામગીરી શરૂ થશે. જે સાંજના 7 વાગ્યા સુધી ચાલશે. એટલે કે અરજદારો લાયસન્સ માટે હવે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.આ સાથે હવે સ્લોટમાં ઘટાડો કરાયો છે. જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે.

Download Our B K News Today App



Related News