અમદાવાદ બાદ હવે સુરતના અસામાજિક તત્ત્વોના મકાન પર બુલડોઝર ફર્યું, 3 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 19:19:38
  • Views : 37
  • Modified Date : 2025-03-18 19:19:38

રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો કહેર વધતો જાય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં 'રાહુલ એપાર્ટમેન્ટ' ગેંગ આરોપીના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે (18 માર્ચ 2025) ના રોજ ત્રણ મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના ઉઘના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટનામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરયકાદે રીતે ત્રણ મકાનો બનાવ્યા હતા. જેનો ઉપયોગ અવૈધ પ્રવૃતિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. 

સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાન અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે. 

Download Our B K News Today App



Related News