લાંબા સમય બાદ અમદાવાદમાં ગાજવીજ સાથે ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી : લોકોએ ભારે બફારામાંથી રાહત મેળવી

  • Published By :
  • Published Date : 2022-09-10 17:07:29
  • Views : 226
  • Modified Date : 2022-09-10 17:07:29

આ વર્ષે ચોમાસુ બહુ જ સારું રહ્યું છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ૯૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં શહેરીજનો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા ત્યારે આજરોજ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા શહેરીજનોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો.બંગાળની ખાડીમાં લો પ્રેશર કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વિરામ લેતા વાતાવરણમાં અને ઉકલાટ સર્જાયું હતું ત્યારે આજે બપોર બાદ અચાનકથી જ ગાજવીજ સાથે ધમાકા ભૈર વરસાદ શરૂ થતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને ગરમીમાંથી રાહત મેળવી હતી

Download Our B K News Today App



Related News