સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતા કર્મીએ કંપનીના નામે ભળતું સોફ્ટવેર બનાવીને બજાર વેચ્યું

  • Published By :
  • Published Date : 2022-09-19 18:03:18
  • Views : 854
  • Modified Date : 2022-09-19 18:03:18

કંપની જેવી ઓપરેટિંગ સિસ્ટમ બજારમાં સસ્તા ભાવે વેચાતું
સોફ્ટવેર બનાવતી કંપનીએ અલગ અલગ વસ્તુઓના સોફ્ટવેર બનાવ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા જ તેના બનાવેલા સોફ્ટવેર અને તેની રીતે જ કામ કરતી આખી ઓપરેટિંગ સિસ્ટમ બજારમાં રસ્તા ભાવે અલગ નામથી મળવા લાગી હતી. જેથી કંપનીને શંકા જતા આ દિશામાં તપાસ કરી હતી. તો જાણવા મળ્યું કે અગાઉ તેમની કંપનીમાં કામ કરતો એક યુવક તેની કંપનીના આઇપી એડ્રેસ પાસવર્ડ અને સોર્સ કોડ જાણતો હતો.

ઝડપી કમાણી કરી લેવા યુવકનું કૃત્ય
કંપનીમાં કામ કરનાર યુવકે તેને એક સરખું સોફ્ટવેર બનાવી લીધું હતું. જેને અલગ નામથી તે સસ્તા ભાવે બજારમાં વેચી રહ્યો હતો. જેના કારણે કંપનીને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, ટૂંક સમયમાં વધુ રૂપિયા બનાવવા માટે આ યુવકે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસે પકડેલા આરોપીનું નામ જીગ્નેશ રમેશભાઈ જૈન હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની પકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News