IT વિભાગની ટીમ ત્રાટકી અમદાવાદની સિલ્વર ઑક યુનિ.માં

  • Published By :
  • Published Date : 2022-09-07 16:19:00
  • Views : 231
  • Modified Date : 2022-09-07 16:19:00

અમદાવાદની સિલ્વર ઑક યુનિવર્સિટીમાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડતા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે.અમદાવાદમાં ITએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. આજે વહેલી સવારથી સિલ્વર ઑક યુનિવર્સિટીમ ITના દરોડા પાડવામાં આવ્યા છે.  જેથી ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અન્ય કર્મચારીઓને પણ રજા આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સમગ્ર દરોડા મામલે મળતી માહિતી મુજબ, શહેરની સિલ્વર ઑક કૉલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ પહોંચી છે. કૉલેજને યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ મોટાપાયે કૌભાંડ થયું હોવાની આવકવેરા વિભાગને શંકા છે.  યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ નવા કોર્સ શરૂ કરીને અસંખ્ય એડમિશન આપ્યા હોવાનું અને કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગને ધ્યાને આવતા ITની ટીમ કેમ્પસમાં પહોંચી છે. સિલ્વર ઑક કોલેજને તાજેતરમાં જ યુનિવર્સિટીની માન્યતા મળી છે. માન્યતા મળ્યા બાદ અનેક નવા કોર્સ શરૂ કરવામાં  આવ્યા છે. આપને જણાવી દઈએ કે, આગામી 24મી સપ્ટેબરે સિલ્વર ઑક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાનાર છે. જોકે, પદવીદાન સમારોહ પહેલા જ  ITએ સિલ્વર ઑક કૉલેજ અને યુનિવર્સિટીમાં તપાસ હાથ ધરતા આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે.

Download Our B K News Today App



Related News