વહેલી સવારે ઈસનપુરમાં લાકડાના પીઠામાં ભીષણ આગ

  • Published By :
  • Published Date : 2022-09-29 14:59:37
  • Views : 252
  • Modified Date : 2022-09-29 14:59:37

અમદાવાદમાં મોની હોટેલ પાસે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયુ છે. રાણી સતી એસ્ટેટ પાસે વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગી હતી. જેમાં દિલસાજ ખાન નામની વ્યક્તિ દાઝી હતી. જેને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનુ કારણ જાણી શકાયું નથી. થોડા દિવસો અગાઉ મોડી રાત્રે અમદાવાદનાશ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 12માં માળે ફર્નિચરના કામ દરમિયાન આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડી ઘટના સ્થળ પહોંચી હતી. આગ બુજાવવા અને બચાવની કામગીરીને કારણે હાલ આગ કાબૂમાં છે. લગભગ 1 કલાકની અંદર આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેના માટે પોલીસનીપણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

Download Our B K News Today App



Related News