ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી, આ મોટા શહેરમાં ત્રણ દિવસ માટે ઓરેન્જ ઍલર્ટ, 44 ડિગ્રને પાર જશે પારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-10 15:11:01
  • Views : 547
  • Modified Date : 2023-05-10 15:11:01

ગુજરાતભરમાં હવે ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે. અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ક્યારેક કમોસમી વરસાદ પડતો તો આંશિક વાદળછાયા વાતાવરણના કારણે ગરમીની તીવ્રતાની અસર ઓછી રહેતી હતી, પરંતુ હવે આ પ્રકારનું વિષમ હવામાન દૂર થતાં સૂર્યનારાયણ સવારથી જ આકાશમાંથી અગનગોળા ઝીંકી રહ્યા છે. પરિણામે ગરમીના આધારે વિવિધ પ્રકારના એલર્ટ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તો અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં 42થી 44 ડિગ્રી સુધી તાપમાન ઉચકાવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસમાં તાપમાનમાં ઘટાડો નહીં થાય પણ 1થી 2 ડિગ્રી વધી શકે છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમ પવન આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. તેમણે જણાવ્યું છે કે, આગામી 4-5 દિવસ રાજ્યના તમામ વિસ્તારમાં ગરમીનો પારો આજ મુજબ રહેશે. આજે અમદાવાદમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેશે. સામાન્ય કરતા 4થી 5 ડિગ્રીનો તફાવત હોય તો હિટવેવની ચેતવણી અપાય છે. જ્યારે ગરમીનું પ્રમાણ 43થી 45 ડિગ્રીની વચ્ચે થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઓરેન્જ એલર્ટથી બચવા માટેના કેટલાક ઉપાયો વિશે વાત કરીએ તો આ દિવસોમાં લોકોએ વધુ પ્રમાણામં પ્રવાહી, છાશ, શેરડીનો રસ જેવા પ્રવાહી પીણાંનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગરમીના કારણે શરીરમાં થતાં ડિહાઈડ્રેશન સામે રક્ષણ મળશે. લાંબો સમય તડકામાં નહીં રહેવું જોઈએ તેવી ભલામણ પણ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ દિવસોમાં હળવા રંગના કપડા પહેરવાની સલાહ પણ અપાઈ છે. 

Download Our B K News Today App



Related News