અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત જોવા ઉભેલા ટોળાને એક્ટિવા ચાલકે અડેફેટે લેતાં 3ને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-15 18:57:12
  • Views : 124
  • Modified Date : 2025-05-15 18:57:12

અમદાવાદ સહિત રાજ્યભરમાં હિટ એન્ડ રનના અકસ્માતો સતત વધી રહ્યા છે. ત્યારે બુધવારે રાત્રે વધુ પેલેડિયમ મોલ પાસે આવેલા બ્રિજ વધુ એક અકસ્માત સર્જાયો છે. બાઇક પર સવાર યુવકને કારે ટક્કર મારતાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા બ્રિજ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક્ટિવા ચાલક ઘૂસી જતાં અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજા પહોંચતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ભાટીયા નામનો યુવક બાઇક લઇને પેલેડિયમ મોલ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે યુવકને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. અકસ્માત સર્જાતા બ્રિજ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ સમયે થલતેજ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલા એક્ટિવા ચાલકે અક્સ્માત જોવા ઉભેલા ત્રણ ચાર લોકોને અડફેટે લીધા હતા અને નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેને લઇને ટ્રાફિક પોલીસે  હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. 

Download Our B K News Today App



Related News