હાઈફાઈ સ્કૂલના ધો.11ના વિદ્યાર્થી પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-15 18:02:49
  • Views : 245
  • Modified Date : 2022-10-15 18:02:49

    હાલ અમદાવાદની એક શાળામાં ડ્રગ્સ મળ્યાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના છેવાડે આવેલી એક ખ્યાતનામ CBSE સ્કૂલમાં ઘણા સમયથી ડ્રગ્સની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલ મેનેજમેન્ટે આ બાબતે પગલા લઈને અચાનક ચેકિંગ કર્યુ હતું. જેમાં ધો. 11ના એક વિદ્યાર્થી પાસેથી રૂ. 2 લાખ રોડકા, ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી હતી. આ ઘટના ગુજરાતના ભવિષ્યની પેઢી માટે બહુ જ ચિંતાજનક છે. ચાલુ ક્લાસે કોઈ સ્ટુડન્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળતાં સ્કૂલ મેનેજમેન્ટ ચોંકી ઊઠ્યું હતું.  ગુજરાત સરકાર ભલે ગણે તેટલા બણગા ફૂંકતી હોય, પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ફેલાઈ ગયુ છે. આ દૂષણ હવે શાળાઓ સુધી પહોંચ્યુ છે. ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ પાસેથી હવે ડ્રગ્સ મળી રહ્યાં છે. અમદાવાદની એક હાઈફાઈ સ્કૂલના ધો.11ના વિદ્યાર્થી પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી આવી છે.

હાલ અમદાવાદની એક શાળામાં ડ્રગ્સ મળ્યાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના છેવાડે આવેલી એક ખ્યાતનામ CBSE સ્કૂલમાં ઘણા સમયથી ડ્રગ્સની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલ મેનેજમેન્ટે આ બાબતે પગલા લઈને અચાનક ચેકિંગ કર્યુ હતું. જેમાં ધો. 11ના એક વિદ્યાર્થી પાસેથી રૂ. 2 લાખ રોડકા, ડ્રગ્સ તથા ઈ-સિગારેટ મળી હતી. આ ઘટના ગુજરાતના ભવિષ્યની પેઢી માટે બહુ જ ચિંતાજનક છે. ચાલુ ક્લાસે કોઈ સ્ટુડન્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળતાં સ્કૂલ મેનેજમેન્ટ ચોંકી ઊઠ્યું હતું.  


Download Our B K News Today App



Related News