Realme Care+ ભારતમાં લોન્ચ:વ્હોટ્સએપ પર જ મળશે કસ્ટમર કેર સર્વિસ, 489 રુપિયાથી સબ્સક્રિપ્શન શરુ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-18 19:03:00
  • Views : 262
  • Modified Date : 2022-10-18 19:03:00

        સ્માર્ટફોન બનાવનાર કંપની Realme એ Realme Care+ સર્વિસની જાહેરાત કરી. આ સાથે કંપની ગ્રાહકોને વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે, આ એક આફ્ટર સેલ સર્વિસ છે. Realme Care+ સેવાનો લાભ નવા અને જૂના બંને ગ્રાહકો લઈ શકે છે.Realme Care+ સર્વિસના માધ્યમથી યૂઝર્સ મોબાઈલ પ્રોટેકશન પ્લાન લઈ શકે. આ સિવાય તેમાં 1 વર્ષની એકસ્ટેન્ડેડ વોરન્ટી પણ મળશે. આ સર્વિસથી ગ્રાહકોને પ્રોટેકશન અને એક્સિડેન્ટલ, લિક્વિડ પ્રોટેકશન પણ મળશે.કંપનીનું કહેવું છે કે,‘ Realme Care+થી યૂઝર્સને કસ્ટમર કેર સર્વિસથી વધુ સુવિધા મળશે. આ માટે યૂઝર્સે સબ્સક્રિપ્શન લેવું પડશે. કંપનીએ જણાવ્યું કે, આ સબ્સક્રિપ્શન તમે રિયલમીની વેબસાઈટ પરથી લઈ શકો. એક રિપોર્ટ મુજબ, Realme Care+ના સબ્સક્રિપ્શનની કિંમત 489 રુપિયાથી શરુ થશે. Realme Care+ને તમે સોશિયલ મીડિયા સાઈટ્સ, વોઈસ કોલ. વ્હોટ્સએપ સિવાય વેબચેટથી પણ એક્સેસ કરી શકો.Realme Care+ સર્વિસનો સમયRealme Care+ સર્વિસને સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી એક્સેસ કરી શકો. આ સર્વિસને તેલુગુ, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી અને હિન્દી જેવી ભાષાઓમાં શરુ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, રિયલમી કેર પ્લસ સર્વિસના ગ્રાહકોને વધુ સારી કસ્ટમર સર્વિસ મળશે. આનાથી તેમના મોબાઇલ સાથે જોડાયેલી કોઇપણ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી જશે. આ પેકેજ ખરીદનારા યુઝર્સને એક્સટેન્ડેડ વોરંટી અને ડેમેજ પ્રોટેક્શનનો લાભ પણ આપવામાં આવશે. યુઝર્સ આ વિશે વ્હોટ્સએપ પર અપડેટ મેળવી શકે છે.

 

Download Our B K News Today App



Related News