બાળકો ઈન્સ્ટાગ્રામ વાપરે તો ચિંતા નહીં! App પર આવી ગયું ફીચર

  • Published By :
  • Published Date : 2022-09-30 13:59:53
  • Views : 291
  • Modified Date : 2022-09-30 13:59:53

હવે માતા-પિતા સોશિયલ મીડિયામાં તેના બાળકોનુ ધ્યાન રાખી શકશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની કંપની મેટાએ એક પેરેન્ટલ સુપરવિજન ટુલ અને ફેમિલી સેન્ટર પ્રોગ્રામ રજૂ કર્યો છે, જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોની સોશિયલ મીડિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે. આ સાથે બાળકો સાઈટ પર કેટલો સમય વિતાવશે તેને પણ માતા-પિતા મેનેજ કરી શકશે. આ અંગે જાણકારી આપતા કંપનીના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે મેટા માતા-પિતાની સાથે મળીને કામ કરી રહી છે અને ડિજીટ સેવાઓ અંગે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. ફેસબુક ઈન્ડિયા, ઈન્સ્ટાગ્રામની પબ્લિક પૉલિસીની હેડ નતાશા જોગે જણાવ્યું કે હાલના થોડા વર્ષોમાં અમે ઉંમરના હિસાબે ફીચર્સ અને સુવિધાઓ રજૂ કર્યા છે, જેેનાથી યુવાનોને પોતાનો અનુભવ વધારવામાં મદદ મળી છે. નતાશા જોગે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં બાળકો કોઈ ખોટી વસ્તુઓનો ઉપયોગ ન કરે તેથી ઈન્સ્ટાગ્રામ પર અમે પેરેન્ટલ સુપરવિજન ટૂલ રજૂ કર્યુ છે, જેના દ્વારા માતા-પિતા તેના બાળકો પર નજર રાખી શકશે. આ સાથે તેમનો ટાઈમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે. એટલું જ નહીં, તેમના એકાઉન્ટને એક્સેસ કરી શકશે. જો બાળકો ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફરિયાદ ઉઠાવે છે તો માતા-પિતાને પણ નોટિફિકેશન મળી જશે.

Download Our B K News Today App



Related News