સ્પેસ ટુરિઝમને મળ્યો મોટો ઝટકો, જેફ બેઝોસની કંપનીનું રોકેટ બૂસ્ટર ક્રેશ

  • Published By :
  • Published Date : 2022-09-13 13:46:36
  • Views : 262
  • Modified Date : 2022-09-13 13:46:36

અંતરીક્ષની ઉડાન ભરી રહેલા રોકેટનું બૂસ્ટર ક્રેશ 

   અમેરિકાનાં જેફ બેજોસની અંતરીક્ષની સફર કરાવનાર કંપની બ્લૂ ઓરિજિનને સોમવારે મોટો ઝટકો લાગ્યો છે. તેના દ્વારા છોડવામાં આવેલા ન્યૂ શેપર્ડ રોકેટ બૂસ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જોકે તેની કેપ્સ્યુલ બચી ગઈ અને તે  સુરક્ષિત ધરતી પર પરત ફરી ગયું. આ એક પેલોડ મિશન હતું, એટલા માટે આમાં કોઈ અંતરીક્ષ યાત્રી સવાર ન હતું. પરંતુ કંપનીનાં અંતરીક્ષ પર્યટન માટે આ એક આઘાત માનવામાં આવી રહ્યો છે. 

અમેરિકા બ્લૂ ઓરિજિનને મોટો ઝટકો 

   બ્લૂ ઓરિજીને જણાવ્યું કે ટેક્સાસમાં પ્રક્ષેપણ સ્થળથી સોમવારે સવારે 8:30વાગ્યે ન્યૂ શેપર્ડ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ અંતરીક્ષ યાત્રી ન હતું, કેમકે આ એક પેલોડ મિશન હતું. બ્લૂ ઓરિજીને ટ્વિટ કરીને આ અકસ્માત વિશે જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે રોકેટની ઉડાન દરમિયાબ બૂસ્ટરનાં ફેલ થતાં જ  કેપ્સ્યુલ એસ્કેપ સિસ્ટમ એટલે કે કેપ્સ્યુલને બચાવનાર તંત્ર સક્રિય થઈ ગયું અને તેણે કેપ્સ્યુલને બૂસ્ટરથી અલગ કરી દીધી. ત્યાર બાદ કેપ્સ્યુલ સુરક્ષિત ધરતી પર ઉતરી ગયું. બૂસ્ટરે જમીનને પ્રભાવિત કરી.  અકસ્માતમાં કોઈ ઇજા થવાની સૂચના મળી નથી. 

અંતરીક્ષ પર્યટન માટે ઝટકો 

   આ ઘટના બ્લૂ ઓરિજિન અને અમેરિકામાં ઝડપથી ઊભરતા અંતરીક્ષ પર્યટન ઉધોગ માટે એક ઝટકો છે. બ્લૂ ઓરિજિને ગત વર્ષે અંતરીક્ષના સફર માટે ઉડાનો શરૂ કરી હતી. તેણે અત્યાર સુધી 32 યાત્રીઓને નક્કી કરવામાં આવેલા મૂલ્યો પર અંતરીક્ષની યાત્રા કરાવી છે.  આ યાત્રીઓમાં જેફ બેજોસ અને સ્ટાર ટ્રેકનાં વિલિયમ શેટનર સામેલ છે. 

Download Our B K News Today App



Related News