ઇઝરાયલની નવી સરકાર પ્લાસ્ટિક પરનો ટેક્સ નાબૂદ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 17:32:42
  • Views : 509
  • Modified Date : 2023-01-03 17:32:42

ઈઝરાયેલના નાણાં મંત્રાલયે કહ્યું છે કે, નવી સરકાર જાહેર આરોગ્યની ચિંતા હોવા છતાં ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના વાસણો પરનો ટેક્સ ટૂંક સમયમાં જ બંધ કરી દેશે.
નવી સરકારે ગુરુવારે અહીં શપથ લીધા છે. રવિવારે જિયોનિસ્ટ પાર્ટીના નેતા અને નાણામંત્રી બેઝેલ સ્મોટ્રિચે બે નિર્ણય લીધા હતા, જેમાંથી એક નિર્ણય હાઈ-શુગર બેવરેજીસ પરનો ટેક્સ ખતમ કરવાનો છે.
તેમણે દાવો કર્યો હતો કે પ્લાસ્ટિક ટેક્સનો હેતુ તેમના સમુદાયોને નુકસાન પહોંચાડવાનો હતો, જે ઉચ્ચ સ્તરે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વપરાશ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના પર્યાવરણ સંરક્ષણ મંત્રાલયે 01 નવેમ્બર 2021ના રોજ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પર ટેક્સ લગાવ્યો હતો. ચાર મહિના બાદ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના ઉપયોગમાં 50 ટકાનો ઘટાડો થયો હતો.

Download Our B K News Today App



Related News