અગ્નિ પ્રાઇમ ન્યુ જનરેશન બેલિસ્ટિક મિસાઇલનું ઓડિશાના દરિયાકાંઠે કરાયું સફળ પરીક્ષણ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 15:57:48
  • Views : 322
  • Modified Date : 2022-10-21 15:57:48

    પરીક્ષણ ઉડાન દરમિયાન, મિસાઈલે મહત્તમ રેન્જ સુધી મુસાફરી કરી અને તમામ પરીક્ષણ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા. અગ્નિ પ્રાઇમ મિસાઇલના સતત ત્રીજા સફળ ઉડાન પરીક્ષણ સાથે, સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતા સ્થાપિત થઈ છે.આજે લગભગ 9: 45 કલાકે ઓડિશા(Odisha)ના દરિયાકાંઠે ભારત દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ ઉડાન દરમિયાન, મિસાઈલે મહત્તમ રેન્જ સુધી મુસાફરી કરી અને તમામ પરીક્ષણ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા. અગ્નિ પ્રાઇમ મિસાઇલના સતત ત્રીજા સફળ ઉડાન પરીક્ષણ સાથે, સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતા સ્થાપિત થઈ છે.સંરક્ષણ અધિકારીઓ વધુમાં જણાવ્યું કે, સમગ્ર માર્ગને આવરી લેવા માટે ટર્મિનલ પોઈન્ટ પર બે ડાઉન રેન્જ જહાજો સહિત વિવિધ સ્થળોએ તૈનાત રડાર, ટેલિમેટ્રી અને ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રકિંગ સિસ્ટમ જેવા બહુવિધ રેન્જ ઈન્સ્ટ્રુમેન્ટેશન દ્વારા મેળવેલા ડેટાનો ઉપયોગ કરીને સિસ્ટમની કામગીરીને માન્ય કરવામાં આવી છે.

 

 

Download Our B K News Today App



Related News