ઓગસ્ટમાં જિયોએ 32.8 લાખ નવા યુઝર જોડ્યા : 41.92 કરોડ થઇ યુઝર્સની સંખ્યા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-19 19:33:42
  • Views : 277
  • Modified Date : 2022-10-19 19:33:42

    5G લોન્ચ થયા બાદ ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો અને એરટેલનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના અનુસાર ઓગસ્ટમાં જિયોએ 32.8 લાખ યુઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા છે. આની સાથે જ જિયો નેટવર્કના યુઝર્સની સંખ્યા વધીને 41.92 કરોડ પર પહોંચી ગઇ છે. આની પહેલાં જુલાઇમાં 29.4 લાખ નવા યુઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા હતા.આરતીય એરટેલ સાથે ઓગસ્ટમાં 3.26 લાખ નવા યુઝર્સ જોડાયા છે. ત્યાર બાદ એરટેલના યુઝર્સની સંખ્યા 36.38 કરોડ થઇ ગઇ છે. આની પહેલાં જુલાઇમાં 5.1 લાખ નવા યુઝર્સ જોડાયા હતા. ત્યાં વોડાફોન આઇડિયાના યુઝર્સ સતત ઓછા થઇ રહ્યા છે. વોડાફોન-આઇડિયા કંપનીના 19.58 લાખ યુઝર્સે ઓગસ્ટમાં નેટવર્કને છોડ્યું છે. આમાં કંપનીના કુલ સુજર્સની સંખ્યા 25.31 કરોડ રહી ગઇ છે.

ઓગસ્ટ મહિનામાં દેશના મોબાઇળ યુઝર્સની સંખ્યામાં 0.12%નો વધારો થયો છે. હાલના સમયમાં દેશમાં લગભગ 117.5 કરોડ મોબાઇલ ફોન યુઝર્સ છે. જ્યારે જુલાઇમાં આ આંકડો 117.3 કરોડ હતો.દેશની દિગ્ગજ ખાનગી કંપની દૂરસંચાર કંપની રિલાયન્સ જિયો ઓગસ્ટમાં સાર્વજનિક ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પછાડીને ફિક્સ્ડ લાઇન સેવા પ્રદાન કરનારી દેશની સૌથી મોટી કંપની બની ગઇ. ટ્રાઇના અનુસાર ઓગસ્ટમાં જિયોએ વાયરલાઇન (ફિક્સ્ડ લાઇન) ગ્રાહકોની સંખ્યા 73.52 લાખ પર પહોંચી ગઇ છે, જ્યારે BSNLનો યુઝર બેઝ 71.32 લાખ રહ્યો. આની સાથે ઓગસ્ટમાં દેશમાં વાયરલાઇન ગ્રાહકોની સંખ્યા વધીને 2.59 કરોડ થઇ ગઇ, જે જુલાઇમાં 2.56 કરોડ હતી.

1 ઓક્ટોબરથી 5G મોબાઇલ સર્વિસની શરૂઆત થઇ ગઇ છે. ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5G સર્વિસીસ લોન્ચ કરી હતી. જોકે હમણાં 5G સર્વિસને એરટેલ અને જિયોએ અમુક પસંદગીનાં શહેરોમાં જ શરૂ કરી છે.

 

 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 169

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 155

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 207