માતૃત્વ વંદન યોજના'ના નામે છેતરપિંડી! OTP આપતા જ મહિલાના બેંક એકાઉન્ટમાંથી 50 હજાર ગાયબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-13 11:54:23
  • Views : 521
  • Modified Date : 2023-05-13 11:54:23

સંઘ પ્રદેશ દમણમાં 'માતૃત્વ વંદન યોજના'ના નામે છેતરપિંડી થઈ રહી હોવાનું સામે આવતા હડકમાપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સંઘ પ્રદેશ દમણમાં ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત લાભ આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડીની ઘટનાને લઈ હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડીને લઈ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ આરોપીએ માતૃત્વ વંદન યોજનાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી હતી. જેમાં ગર્ભવતી મહિલાઓને માતૃત્વ વંદન યોજના અંગે ભરમાવીને આરોપીએ મહિલાના બેંક ખાતામાંથી 50 હજાર રૂપિયા સેરવી લીધા હતા. OTP આપ્યો અને ગયા 50,000 
દમણમાં ગર્ભવતી મહિલાઓ સાથે છેતરપિંડીના કેસમાં આરોપીએ મહિલાઓને વિશ્વાસમાં લીધા હતા. જ્યાં યોજનાના નાણાં અપાવવાના બહાને આરોપીએ OTP કોડ માંગ્યો હતો. જે બાદમાં OTP લઈ આરોપીએ મહિલાના ખાતામાંથી રૂપિયા સેરવી લીધા હતા. આ તરફ હવે છેતરપિંડીને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News