ગૂગલ આ એકાઉન્ટ્સ કેમ બંધ કરી રહ્યું છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-16 18:51:00
  • Views : 368
  • Modified Date : 2024-09-16 18:51:00

Google દ્વારા Gmail, Google Drive અને Google Photos જેવી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જો કે હવે Googleની આવી વિવિધ સેવાઓનો ઉપયોગ કરતા લોકો માટે એલાર્મની ઘંટડી વાગી ચૂકી છે. કંપની કેટલાક યુઝર્સના ગૂગલ એકાઉન્ટ બંધ કરી દે તેવી સંભાવના છે. Google દ્વારા સમયાંતરે લોકોને તેમના Google એકાઉન્ટને સક્રિય કરવા માટે સતત કહેવામાં આવે છે. જેમણે હજુ સુધી ગૂગલની સુચનાને અનુસરીને એકાઉન્ટ સક્રિય કર્યા નથી, તેમના જીમેલ એકાઉન્ટ ડીલીટ થવાની આરે છે. ગૂગલ 20 સપ્ટેમ્બરથી આવા એકાઉન્ટ્સને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.લાંબા સમય સુધી ગૂગલ એકાઉન્ટ એટલે કે જીમેલ, ડ્રાઇવ, યુટ્યુબ વગેરેમાં સાઇન ઇન ના કરવાને કારણે લોકોએ તેમના એકાઉન્ટ ગુમાવવા પડી શકે છે. તેમનો તમામ ડેટા અને સામગ્રી ગૂગલમાંથી કાઢી નાખવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 સપ્ટેમ્બરથી ગૂગલ એવા જીમેલ એકાઉન્ટને બંધ કરી દેશે જેનો લાંબા સમયથી ઉપયોગ નથી થતો.જો તમે જીમેઈલ અથવા ગૂગલ ડ્રાઈવ જેવી કોઈ સેવા ચલાવો છો, પરંતુ આ સેવાઓનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરો છો, તો તમારું એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. આ પગલાથી, ગૂગલ તેના સર્વરમાં જગ્યા ખાલી કરવા માંગે છે અને તે એકાઉન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેનો નિયમિત ઉપયોગ થાય છે.ગૂગલ દ્વારા એવા એકાઉન્ટ્સને કાઢી નાખશે જેનો ઉપયોગ બે વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો ના હોય. જો તમે છેલ્લા બે વર્ષથી તમારા જીમેલનો ઉપયોગ નથી કર્યો, તો તમારું એકાઉન્ટ ડિલીટ થવાનો ભય છે. ગૂગલ નિષ્ક્રિય નીતિ હેઠળ, ગૂગલ ને બે વર્ષ માટે નિષ્ક્રિય ગૂગલ એકાઉન્ટ્સ કાઢી નાખવાનો અધિકાર છે.જો તમે છેલ્લા બે વર્ષથી તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કર્યું નથી, તો તે કાઢી નાખવામાં આવી શકે છે. તમારા એકાઉન્ટને કાઢી નાખવાથી બચાવવા માટે, તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો-

Download Our B K News Today App



Related News