BSNL લાવ્યું 91 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન, 90 દિવસ ટેન્શન વગર એક્ટિવ રહેશે સીમ કાર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-30 13:27:52
  • Views : 216
  • Modified Date : 2024-09-30 13:27:52

જ્યારથી પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી સરકારી કંપની BSNL તરફ લોકો વળ્યા છે. જુલાઈમાં ભાવ વધારા પછી લાખો લોકોએ Jio-Airtel અને Vi છોડી દીધી. જેનો સીધો ફાયદો BSNLને થયો. આ મહિને 29 લાખથી વધુ લોકો સરકારી કંપનીમાં જોડાયા છે. BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાનથી Jio, Airtel અને Vi માટે સતત મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. દરમિયાન, BSNL એ તેના ગ્રાહકો માટે એક નવો સસ્તો પ્લાન રજૂ કર્યો છે.તમને જણાવી દઈએ કે BSNL પાસે તેના યુઝર્સ માટે સસ્તા અને મોંઘા બંને પ્લાન છે. કંપની પાસે રૂ. 100 થી રૂ. 3000 સુધીના પ્લાન છે. જો કે હવે એવો પ્લાન પણ આવી ગયો છે જેની કિંમત 100 રૂપિયાથી ઘણી ઓછી છે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.જો તમે આ પ્લાનની વેલિડિટી બેનિફિટ્સ સાંભળ્યા પછી લેવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે BSNLનો આ પ્લાન માત્ર એક વેલિડિટી પ્લાન છે. આમાં તમને કોઈપણ પ્રકારની કોલિંગ, એસએમએસ કે ડેટા સર્વિસ મળતી નથી. જો તમે ઈચ્છો છો કે તમારું સિમ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ દિવસો સુધી એક્ટિવ રહે, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જો તમને કોલિંગની સુવિધા જોઈતી હોય તો તમે 91 રૂપિયાના આ પ્લાન સાથે ટોક ટાઈમ વાઉચર પ્લાન લઈ શકો છો.Jio તેના ગ્રાહકોને 91 રુપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં અનલિમિટેડ 3GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે પણ તેની વેલિડિટી માત્ર 28 દિવસ માટે છે એટલે આ પ્લાન 28 દિવસનો છે. આ પ્લાન સિમ કાર્ડ ચાલુ રાખવા યુઝર્સ માટે સારો ઓપ્શન બની શકે છે.Vi કંપનીનો સસ્તો પ્લાન રુ 107નો છે જેમા યુઝર્સને રોજ માટે ટોકટાઈમ વેલિડિટી મળી રહી છે. આ સાથે રોજના 200 MB ડેટા મળી રહ્યા છે આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે જે Vi અને Jioની કમ્પેરિઝનમાં મોંઘો છે.Airtel કંપનીનો સૌથી સસ્તો પ્લાન રુ 121નો છે. જેમા તમને 6 GB ડેટા 30 દિવસ માટે મળી રહ્યા છે. આ સાથે બીજા પણ અનેક બેનિફિટ્સ છે.BSNL યુઝર્સને હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે. આ રિચાર્જ પ્લાને ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપની હેડલાઈન્સમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે BSNL તેના 91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈની પાસે લાંબી વેલિડિટી સાથેનો કોઈ પ્લાન નથી.

  

Download Our B K News Today App



Related News