ગરમીમાં ગેજેટ્સની લાઇફ કેવી રીતે વધારશો? આટલું કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-09 18:32:47
  • Views : 32
  • Modified Date : 2025-04-09 18:32:47

 એપ્રિલ શરૂ થયો નથી કે ખૂબ જ ગરમી પડી રહી છે, અને હજી તો મે મહિનો બાકી છે. માણસને જે રીતે ગરમી લાગે છે, તે જ રીતે ગેજેટ્સ પર પણ અસર થાય છે. આથી, ગરમીના કારણે ગેજેટ્સની લાઇફમાં ઘટાડો થાય છે. જોકે, કેટલીક કાળજી લઈએ તો ગેજેટ્સની લાઇફ વધારી શકાય છે.

સાફ સફાઈ રાખવી

સમયાંતરે ગેજેટ્સને સાફ કરવું જરૂરી છે. ઉનાળામાં પરસેવાથી ઘણી સમસ્યા થાય છે. ફોન પર વાત કર્યા પછી સ્ક્રીન પર પરસેવો દેખાય છે. ફોન પૂરો થતાં સૌથી પહેલાં એને સાફ કરવું જોઈએ. દિવસ દરમ્યાન મોબાઇલ ગંદા કે ભીના હાથ વડે પકડાય છે; તેથી, અઠવાડિયામાં એક વાર ગેજેટ્સને સંપૂર્ણ રીતે સાફ કરવું જોઈએ. મુલાયમ કાપડનો ઉપયોગ કરો અને માર્કેટમાં મળતી ચોક્કસ પ્રોડક્ટથી સાફ કરો. આલ્કોહોલવાળી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો, કારણ કે તે મોબાઇલ પર લાગેલા સેફ્ટી લોકને નુકસાન પહોંચાડી શકે છે. ધૂળ દૂર કરવાથી ગેજેટ્સ સારું દેખાય છે અને એના પર્ફોર્મન્સમાં પણ વધારો થાય છે.

Download Our B K News Today App



Related News