ક્રિકેટ / 'छोरियां छोरों से कम नहीं होती', ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને T-20 સીરિઝની પહેલી મેચમાં હરાવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 12:45:57
  • Views : 491
  • Modified Date : 2019-09-25 12:45:57

ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકા મહિલા ટીમની વચ્ચે 5 મેચની T-20 ઇન્ટરનેશનલ સીરિઝની પહેલી મેચ સુરતના લાલાભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાઇ. આ મેચમાં ભારતીય મહિલા ટીમે જીત મેળવી. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમને 11 રનથી હરાવીની સીરિઝ 1-0થી બઢત મેળવી.આ મેચમાં ટીમની કેપ્ટન સુને લુસ (Sune Luus) એ ટોસ જીતીને પહેલા બૉલિંગ કરી. એવામાં પહેલા બેટિંગ કરવા માટે આવેલી ભારતીય મહિલા ટીમે 20 ઑવર્સમાં 8 વિકેટ ગુમાવીને 130 રન કર્યા. ભારતીય મહિલા ટીમની તરફથી કેપ્ટન હમરનપ્રીત કૌરે 43, સ્મૃતિ મંઘાનાએ 21 અને જેમિના રૉડ્રિગ્સે 19 રનની ઇંનિંગ રમી. દીપ્તી શર્માએ ફેંકી 3 મેડન ઑવર્સ:131 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી સાઉથ આફ્રિકાની ટીમે 19.5 ઑવર્સમાં 119 રનમાં ઑલઆઉટ થઇ ગઇ. દીપ્તી શર્માએ 4 ઑવર્સમાંથી 3 ઑવર્સ મેડન નાખી, તો 8 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી. આ સિવાય પૂનમ યાદવ, રાધા યાદવ અને શિખા પાંડેએ 2-2 વિકેટ પોતાના નામે કરી. 

ઉલ્લેખનીય છે કે, આ મેચ પછી 7 મેચની હાર પછી એક શાનદાર જીત મેળવી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની તરફથી શફાલી વર્માએ T-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ જે એક રેકોર્ડ બની ગયો. શફાલી વર્મા ભારતીય મહિલા ટીમમાં સૌથી ઓછી ઉંમરમાં T-20 ઇન્ટરનેશનલ મેચ રમનારી ખેલાડી બની ગઇ. 

મેચમાં બન્યા રેકોર્ડ્સ

- સ્મૃતિ મંધાનાએ સતત 50 T-20 ઇન્ટરનેશનલ મેચ રમનારી પહેલી ભારતી મહિલા ખેલાડી બની ગઇ. મેન્સ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાના ક્રિકેટ કરિયરમાં સતત 50 T-20 મેચ નથી રમ્યા. સ્મૃતિએ 16 બૉલમાં 4 બાઉન્ડ્રીની મદદથી 21 રન કર્યા.- આ સિવાય દીપ્તી શર્માએ 4 ઑવર્સમાં 3 મેડન ઑવર્સ નાખી, જ્યારે 8 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી.આ સાથે જ દીપ્તી શર્મા પહેલી ભારતીય બૉલર બની જેણે T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3 ઑવર્સ મેડન ફેંકી- નતો શફાલી વર્મા ભારત માટે સૌથી ઓછી ઉંમરે T-20 ઇન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ખેલાડી બની.


Download Our B K News Today App



Related News