પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ક્રેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-21 14:42:47
  • Views : 61
  • Modified Date : 2026-01-21 14:42:47

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય વાયુસેનાનું તાલીમાર્થી માઈક્રોલાઈટ વિમાન ઉડાન દરમિયાન ક્રેશ થઈને તળાવમાં પડતા અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માત કેપી કોલેજની પાછળના તળાવમાં થયો હતો. વિસ્ફોટની અવાજ સાથે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ હતો. વિદ્યાર્થીઓએ પાઇલટને બચાવી લેતા સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટેકઓફ દરમિયાન વિમાન સામાન્ય સ્થિતિમાં હતું, પરંતુ થોડીવાર પછી તે સંતુલન ગુમાવી બેઠું અને ઝડપથી તળાવમાં પડી ગયું. ક્રેશનો અવાજ સાંભળીને સેંકડો સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "અમે કેમ્પસમાં હતા ત્યારે અમને રોકેટ જેવો અવાજ સંભળાયો. અમે ઘટનાસ્થળે દોડી ગયા અને કેટલાક લોકોને ફસાયેલા જોયા. અમે તળાવમાં કૂદી પડ્યા અને ત્રણ લોકોને બહાર કાઢ્યા.

પ્રાથમિક માહિતી અનુસાર માઇક્રોલાઇટ વિમાન નિયમિત તાલીમ ઉડાન ભરી રહ્યું હતું. તેમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. બંને પાઇલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી, જેના કારણે વહીવટીતંત્ર અને વાયુસેનાને રાહત થઈ છે.

 


Download Our B K News Today App



Related News