હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-22 14:51:21
  • Views : 22
  • Modified Date : 2026-01-22 14:51:21

ભારતની મોસમી અપેક્ષાઓ પ્રભાવિત થઈ રહી છે કારણ કે પશ્ચિમી હિમાલયમાં શિયાળા દરમ્યાન બરફવર્ષાની બદલે હવે લગાતાર જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીરના જંગલોમાં એવા મહિનાઓમાં આગની ઘટનાઓમાં ચિંતાજનક વૃદ્ધિ જોવા મળી છે, જે પારંપરિક રીતે હિમપાત માટે પ્રસિદ્ધ હતા. સેટેલાઈટ આધારીત વિશ્લેષણ અનુસાર ૨૦૨૪-૨૫ની સખામણીએ શિયાળામાં જંગલની આગની ઘટનાઓમાં હજારથી વધુનો વધારો થયો છે, જે દર્શાવે છે કે પૃવત્તિ હવે કોઈ અપવાદ નહિ, પણ અસામાન્ય રૂપે શુષ્ક શિયાળાથી પ્રેરિત વ્યાપક પારિસ્થિતિક ફેરફારનો હિસ્સો બની ચુકી છે.

સેટિનલ સેટેલાઈટ ડાટાથી પ્રાપ્ત તસવીરોથી જાણકારી મળી છે કે બરફના આવરણમાં થતા ઘટાડા સાથે હિમાચલ પ્રદેશની કુલ્લુ ઘાટી જેવા ક્ષેત્રોમાં આગની ઘટનાની તીવ્રતા વધી છે. આવી પેટર્ન કશ્મીર અને પીર પંજાલ પર્વતમાળામાં પણ જોવા મળી છે, જ્યાં સુકી માટી અને અત્યાધિક જ્વલનશીલ વન કચરાને કારણે મોટા પાયે આગ ભડકી છે. વિશેષજ્ઞાોના જણાવ્યા અનુસાર હિમપાત અને વરસાદની લગભગ અનુપસ્થિતિએ જંગલોનો ભેજ છીનવી લીધો, જેના કારણે શિયાળામાં સ્થળો આગ સામે અતિશય સંવેદનશીલ બની ગયા.

દીર્ઘકાલીન સેટેલાઈટ અવલોકન દર્શાવે છે કે આગલા વર્ષોમાં પશ્ચિમી હિમાલયમાં શિયાળા દરમ્યાન બરફનું આવરણ લગાતાર ઘટતું રહ્યું છે. અભ્યાસથી જાણકારી મળી છે કે ૧૯૯૦ પછીથી ઉત્તરાખંડના ગોરી ગંગા જલગ્રહણ ક્ષેત્રમાં ૫૨૦ મીટરની વૃદ્ધિ સહિત હિમરેખાઓ ધીમે ધીમે ઉપરની તરફ ખસી રહી છે. એવરેસ્ટ ક્ષેત્રથી પ્રાપ્ત નાસાના ડાટા  પણ ટ્રેન્ડની પુષ્ટી કરે છે,જ્યાં શિયાળાના ચરમ મહિનાઓમાં પણ બરફ ઝડપથી પાછો હટી રહ્યો છે, જે સંકેત આપે છે કે નીચાણવાળા વિસ્તારો હવે બરફ ટકાવી શકવા સમર્થ નથી.

 


Download Our B K News Today App



Related News