સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-02 13:21:28
  • Views : 83
  • Modified Date : 2026-02-02 13:21:28

કેન્દ્ર સરકારે 2026-27નું 53.5  લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ 5.5 ટકા વધારે છે. 2025-26માં બજેટ 50 લાખ કરોડ રૂપિયા હતું. સરકારે આટલું મોટું બજેટ તો રજૂ કર્યું, પરંતુ તેની સામે તેના હાથમાં ચોખ્ખી આવક તો 35 લાખ કરોડ રૂપિયા જ છે. આ રકમ તે ક્યાંથી લાવશે તે સવાલ થાય છે. સરકાર આના માટે લોન લેશે.

સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2030 સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના 50 ટકા સુધી લવાશે. સરકારને 2026-27માં 44 લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે. તેમા 15.26 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રાજ્યોને આપવામાં આવશે. આમ સરકારની કુલ કર આવક 28.66 લાખ કરોડ રૂપિયા થશે. આ સિવાય સરકારને 6.66 લાખ કરોડ રૂપિયાની નોન-ટેક્સ આવક પણ મળશે. આ હિસાબે સરકારની કુલ આવક 35.33 લાખ કરોડ રૂપિયા થશે.

આમ રાજ્યોનો હિસ્સો વહેંચ્યા પછી કેન્દ્ર સરકારની પાસે 2026-24 માટે 35.33 લાખ કરોડ રૂપિયા બચશે. તેમા કેન્દ્ર સરકાર 14.66 લાખ કરોડ રૂપિયા તો ઇન્કમ ટેક્સના મળશે. આ ઉપરાંત 10.19 લાખ કરોડ રૂપિયા જીએસટીના મળવાની આશા છે. બાકીની આવક કોર્પોરેશન ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકારને થશે. અહીં સવાલ એ થાય કે 35.33 લાખ કરોડ રૂપિયાની આવક સામે સરકાર 53.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરશે. તેનો જવાબ છે સરકાર આ માટે બજારમાંથી રૂપિયા ઉઠાવશે, એટલે કે ઉધાર લેશે. વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છે.

 


Download Our B K News Today App



Related News