ગુજરાતી ફિલ્મ Chhello Show ને ઓસ્કરમાં મોકલવાને લઈ વિવાદ

  • Published By :
  • Published Date : 2022-09-26 15:11:46
  • Views : 321
  • Modified Date : 2022-09-26 15:11:46

હિન્દી ફિલ્મ ઉદ્યોગ હેઠળના 31 ફિલ્મ સંગઠનોની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ ફિલ્મ 'છેલ્લો શો'ની પસંદગી પ્રક્રિયાને સંપૂર્ણપણે નિયમો વિરુદ્ધ ગણાવી છે અને આવી સ્થિતિમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને આ સંબંધિત પત્ર પણ લખવામાં આવ્યો છે.ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઓસ્કર નોમિનેશન માટે ફિલ્મ 'છેલ્લો શો' મોકલનાર જ્યુરીના અધ્યક્ષ, ટીએસ નાગભર્ણાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે 'છેલ્લો શો' ગયા વર્ષે પણ ઓસ્કાર નોમિનેશન માટે જ્યુરી પાસે આવી હતી, પરંતુ ફિલ્મનું સ્ક્રીનિંગ ન થવાને કારણે જ્યુરીએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ આ ફિલ્મને ફરી એક પાત્ર તરીકે લેવામાં આવી છે, જે ખોટું છે."

અશોક પંડિતે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, "કોઈપણ ફિલ્મને ઓસ્કાર નોમિનેશન માટે મોકલવા માટેનો સમયગાળો નિશ્ચિત હોય છે એટલે કે સેન્સર બોર્ડ દ્વારા જે ફિલ્મને પ્રમાણિત કરવામાં આવે છે તે વર્ષ પછીના એક વર્ષ સુધી કોઈપણ ફિલ્મના નામાંકન માટે પાત્રતા બની રહે છે. કોઈ ફિલ્મને એક વખત રિજેક્ટ કર્યા બાદ ફરી તે ફિલ્મને ઓસ્કર નામાંકન માટે લાયક બનાવવી તે સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં 10 વર્ષ જૂની ફિલ્મો પણ ઓસ્કાર માટે મોકલવી જોઈએ.તાજેતરમાં દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ' છેલ્લો શો' (ધ લાસ્ટ શો) વિદેશી ભાષા કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે ભારતીય એન્ટ્રી  તરીકે મોકલવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ વિદેશી ફિલ્મની નકલ હોવાને  લઈને તેની પસંદગીની પ્રક્રિયામાં ગંભીર  ગેરરીતિના આરોપ લાગી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News