સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:21:30
  • Views : 98
  • Modified Date : 2025-06-01 10:21:30

મુંબઇ : એકતા કપૂરનો લોકપ્રિય ટીવી શો ક્યોંકિ સાસ ભી કભીની સીઝન ટુ લાંબા સમયથી ચર્ચામાં છે. હવે અપડેટ છે કે, આ શોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. સ્મૃતિ ઇરાનીફરી  સેટ પર આવી ગઇ છે અને તેને ઝેડ પ્લસ સિક્યોરિટી પણ આપવામાં આવી છે. સેટ પર સુરક્ષા પ્રોટોકોલ હેઠળ મોબાઇલ ફોનનું ટેપિંગ કરવામાંઆવશે. અમર ઉપાધ્યા, સ્મૃતિ ઇરાની અને એકતા કપૂરને છોડીને સેટ પરના તમામ લોકોનો મોબાઇલ ફોનના ઉપયોગથી રોક્વામાં આવશે. સૂત્રે એમ પણ દાવો કર્યો છે કે, સ્મૃતિ ઇરાનીને ઝેડ પ્લસ સિક્યોરિટી સેટ પર આપવામાં આવી છે.એક દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે, ક્યોંકિ સાસ ભી કભી બહુથીની બીજી સીઝન ૧૫૦ એપિસોડની હશે.ઉલ્લેખનીય છે કે, આ શોમાં સ્મૃતિ ઇરાનીએ તુસલીના પાત્રમાં ઘર-ઘરમાં પોતાની અનોખી ઓળખ બનાવી હતી. આ શોની પહેલી સીઝન ૨૦૦૦માં શરૂ કરવામાં આવી હતી અને ૨૦૦૮માં આ શો પુરો કરવામાં આવ્યો હતો. આજે પણ સ્મૃતિના પાત્ર તુલસી વીરાનીને લોકો યાદ કરે છે. સ્મૃતિ ઇરાની ૨૦૦૩માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ અને તેણે પોતાની રાજકીય કારકિર્દી શરૂઆત કરી.આજે પણ તે પાર્ટીનો સક્રિય હિસ્સો છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 96