ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:11:24
  • Views : 104
  • Modified Date : 2025-06-01 10:11:24

- અમેરિકામાં હાઉસિંગ,ઓટો પ્રોડક્ટ મોંઘી થશે

- ચીને વેપાર કરારનો ભંગ કર્યાનો ટ્રમ્પનો આંચકાજનક દાવો, વિવાદ ન ઉકેલાયો તો આકરાં પગલાં લેવાની પણ ચીમકી

- ચીનના તકલાદી સ્ટીલના બદલે અમેરિકા ગુણવત્તાસભર સ્ટીલનું મોટાપાયા પર ઉત્પાદન કરશેઃ ટ્રમ્પની શેખી

વોશિંગ્ટન : ટેરિફ કિંગ ટ્રમ્પ ફરી ત્રાટક્યા છે. તેમણે અમેરિકામાં આવતા સ્ટીલ પરનો ટેરિફ ૨૫ ટકાથી બમણો કરી ૫૦ ટકા કરવાની જાહેરાત કરી છે. તેના કારણે હાઉસિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગોમાં વપરાશમાં લેવાતા સ્ટીલ આધારિત પ્રોડક્ટસના ભાવમાં વધારો થશે. તેની સાથે તેમણે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણો કરવાની અને બંનેનો બુધવારથી અમલ કરવાની જાહેરાત કરી હતી. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફનો હેતુ અમેરિકન ઇસ્પાત ઉદ્યોગને વેગ આપવાનો છે. પેન્સિલ્વેનિયામાં યુએસ સ્ટીલ મૌન વેલી વર્કર્સ ઇરવિન પ્લાન્ટમાં બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફમાં વધારાથી સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ મળશે અને અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે. 

Download Our B K News Today App



Related News