16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી ઓળખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-08 12:18:42
  • Views : 146
  • Modified Date : 2025-06-08 12:18:42

બોલિવૂડની એક એવી અભિનેત્રી કે જેણે 16 વર્ષની ઉંમરે ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી. માત્ર 17 વર્ષની ઉંમરે માતા બની. અને પોતાનાથી બમણી ઉંમરના પતિ સાથે ઉતાર ચડાવવાળું રહયું લગ્ન જીવન.

 

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક ડિમ્પલ કાપડિયાએ ખૂબ જ નાની ઉંમરે અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો તે જ વર્ષે તેણે લગ્ન કર્યા હતા. ડિમ્પલ નાની ઉંમરે માતા બની હતી અને પછી 9 વર્ષ પછી તેણે તેના પતિનું ઘર છોડી દીધું અને અલગ રહેવા લાગી.

પીઢ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા આજે 68 વર્ષની થઈ ગઈ છે. પોતાની પહેલી ફિલ્મથી સ્ટાર બનેલી ડિમ્પલે માત્ર 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને 17 વર્ષની ઉંમરે માતા બની હતી. ડિમ્પલનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ચાલો આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. 8 જૂન 1957ના રોજ ચુનીભાઈ કાપડિયા અને બેટ્ટી કાપડિયાને ત્યાં જન્મેલી ડિમ્પલ આજે 68 વર્ષની છે. તેમનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. એવું કહેવાય છે કે રાજ કપૂર સાહેબ જ ડિમ્પલને બોલિવૂડમાં લાવ્યા હતા. તેમણે રાજની ફિલ્મથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.


16 વર્ષની ઉમરે લગ્ન     


ડિમ્પલ કાપડિયા રાજેશ ખન્નાની ચાહક હતી. એવું કહેવાય છે કે ડિમ્પલ અને રાજેશ ખન્ના પહેલી વાર અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં મળ્યા હતા. કાકા અહીં એક કાર્યક્રમ માટે આવ્યા હતા, જ્યાં ડિમ્પલ પણ હાજર હતી. બાદમાં બંનેએ 1973માં લગ્ન કર્યા. લગ્ન સમયે 'કાકા' 31 વર્ષના હતા. જ્યારે ડિમ્પલ 16 વર્ષની હતી.

 પછી બોલિવૂડમાં ડેબ્યૂ

ડિમ્પલની પહેલી ફિલ્મ 'બોબી' તેના લગ્નના થોડા મહિના પછી રિલીઝ થઈ હતી. 13 વર્ષની ઉંમરે રાજ કપૂરે ડિમ્પલને પહેલી વાર જોયા પછી ફિલ્મ 'બોબી' માટે સાઇન કરી હતી. તેમાં રાજના પુત્ર ઋષિ કપૂરે તેની સામે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બંનેની પહેલી ફિલ્મ હતી જે સુપરહિટ સાબિત થઈ અને બંને સ્ટાર બન્યા.

17 વર્ષની ઉંમરે માતા બની

જે વર્ષે ડિમ્પલે પોતાનું ડેબ્યૂ કર્યું, તે જ વર્ષે તેના લગ્ન થયા અને તે જ વર્ષના અંતમાં (1973) 29 ડિસેમ્બરે તેણે પુત્રી ટ્વિંકલ ખન્નાને જન્મ આપ્યો. આ પછી તેણે બીજી પુત્રી રિંકી ખન્નાને જન્મ આપ્યો. જોકે માતા બન્યા પછી અભિનેત્રીએ પોતાને ફિલ્મ ઉદ્યોગથી દૂર કરી દીધી. શરૂઆતના દિવસોમાં રાજેશ અને ડિમ્પલ ખુશીથી સાથે રહેતા હતા. પરંતુ પછીથી બંને વચ્ચે મતભેદો થવા લાગ્યા.

 

17 વર્ષની ઉંમરે શરૂ કર્યું કરિયર, શરૂઆતમાં મળ્યું રિજેક્શન, આજે છે 134 કરોડની માલિક

 9 વર્ષ પછી રાજેશ ખન્નાનું ઘર છોડ્યું

રાજેશ અને ડિમ્પલ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ સ્થિતિમાં નવ વર્ષના લગ્નજીવન પછી ડિમ્પલે તેની બે પુત્રીઓ સાથે રાજેશ ખન્નાનું ઘર છોડી દીધું અને અલગ રહેવા લાગી. જોકે તેણે ક્યારેય તેના પતિને છૂટાછેડા આપ્યા નહોતા. રાજેશ ખન્નાથી અલગ થયા પછી તેણે બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરી. વર્ષ 1985 માં આવેલી તેની ફિલ્મ 'સાગર' ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 70 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ડિમ્પલ હજુ પણ બોલિવૂડમાં સક્રિય છે. 'બોબી' અને 'સાગર' ઉપરાંત, તેની શ્રેષ્ઠ ફિલ્મોમાં 'દ્રષ્ટિ', 'કાશ', 'રુપાલી', 'લેકિન', 'ઐતબાર' અને 'મંઝિલ મંઝિલ'નો સમાવેશ થાય છે. છેલ્લે ડિમ્પલ કાપડિયા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ' તું જૂઠી મેં મેં મક્કાર'માં બોની કપૂર સામે જોવા મળી હતી.

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 96